તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર વિશેષ:હાંસાપુરનું પમ્પિંગ સ્ટેશન બંધ નહીં થાય : સીઓ

પાટણ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચીફ ઓફિસરે પ્રાદેશિક કમિશ્નરને પત્ર લખ્યો હતો, ધારાસભ્યએ આક્ષેપ કર્યા હતા

પાટણના હાંસાપુર ભૂગર્ભ પંપીંગ સ્ટેશનના બાંધકામમાં જીડીસીઆરના નિયમોનું પાલન થયું નથી તેવો પત્ર નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા પ્રાદેશિક કમિશ્નરને લખતાં વિવાદ સર્જાયો હતો. જ્યાં ધારાસભ્યના આક્ષેપ બાદ બુધવારે ચીફ ઓફિસરે પત્રકાર પરિષદ યોજી પંપીંગ સ્ટેશન બનાવવામાં નિયમ પાલન અંગે મળેલી રજૂઆત આધારે સરકારમાં રિપોર્ટ કરવામાં આવ્યો છે. પંપીંગ સ્ટેશન બંધ થવાનો પ્રશ્ન નથી તેવી સ્પષ્ટતા ચીફ ઓફિસરે કરી હતી.

હાંસાપુર ભૂગર્ભ પમ્પિંગ સ્ટેશનના વિવાદ મામલે ચીફ ઓફિસર પાંચાભાઇ માળીએ જણાવ્યું હતું કે હાંસાપુર વિસ્તારમાં જી.યુ.ડી.સી દ્વારા બનાવવામાં આવેલું પંપીંગ સ્ટેશન હાલમાં ચાલુ છે. તેમાં 2500 જેટલા કનેક્શન આપવામાં આવેલા છે. એટલે પંપીંગ સ્ટેશન બંધ થવાનો કોઈ પ્રશ્ન જ નથી. જાહેર હિતને ધ્યાને રાખી જાહેર સુખાકારી અને આરોગ્યના પ્રશ્નો ધ્યાને રાખી પંપીંગ સ્ટેશન ચાલુ જ રાખવામાં આવશે. જીડીસીઆરના નિયમોના પાલન આ મામલો વહીવટી બાબત છે. તેમાં નગર પાલિકા સરકાર કે કોર્ટમાં વિનંતી કરીને તેનો નિકાલ આવશે. લોકોએ તેની ચિંતા કરવાની જરૂર નથી પંપીંગ સ્ટેશન બંધ થવાનું નથી.

અત્રે નોંધનીય છે કે પંપીંગ સ્ટેશનમાં સ્થાનિક બિલ્ડર હિતેશભાઈ ઠક્કરની જમીન સંપાદન કરવા હુકમ કરાયો છે. અને તેમાં મામલો હાઇકોર્ટમાં પેન્ડિંગ છે. જ્યારે થોડે દૂર નવીન પંપીંગ સ્ટેશન બની રહ્યું હોય તેમાં હાલના જોડાણોને ખસેડવા નગરપાલિકા મ્યુનિસિપલ કમિશનર ગાંધીનગર અને રાજ્ય તકેદારી આયોગમાં રજૂઆત કરવામાં આવી છે. જેમાં અગાઉના પાલિકાના સત્તાધીશો દ્વારા જીડીસીઆરના નિયમોનું પાલન કરવામાં આવ્યું નથી તેવા આક્ષેપો પણ થયા છે આ રજૂઆતોને પગલે નગરપાલિકા દ્વારા રાજ્ય કક્ષાએ રિપોર્ટ કરાયો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો