હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ તથા ગુજરાત બાયોટેક રિસર્ચ સેન્ટર- ગાંધીનગરના સંયુકત ઉપક્રમે આજથી લાઇફ સાયન્સ ભવન ખાતે બેઝિક્સ બાયોઇન્ફોર્મેટીક્સ વિષય પર પાંચ દિવસીય હૅન્ડ્સ ઓન વર્કશોપનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ વર્કશોપનો મુખ્ય હેતુ બાયોઈન્ફોર્મેટ્રિક્સ વિષયમાં કાર્ય કરતા અધ્યાપકો, સંશોધનો તેમજ રસ ધરાવતા વિદ્યાર્થીઓને બાયોઈન્ફોર્મેટિક્સને લગતા નવા સોફટવેર તથા રુલ્સના ઉપયોગથી માહિતગાર કરાવવાનો છે. વર્કશોપમાં સમગ્ર ગુજરાતભરમાંથી કુલ 10 જેટલા અધ્યાપકો તેમજ સંશોધકોએ ભાગ લીધો હતો.
ગુજરાત બાયોટેક રિસર્ચ સેન્ટર (જીબીઆરસી) તરફથી આજરોજ આ વર્કશોપના મુખ્ય મહેમાન તરીકે પાટણ જિલ્લાના કલેકટર સીપ્રતસિંઘ ગુલાટી ઉપસ્થિત રહ્યાં હતા. નવીન ટેકનોલોજીનો ઉપયોગ માનવ કલ્યાણ અર્થે કેવી રીતે કરવો તથા તે વિશેનુ જ્ઞાન મેળવીને તેને વિદ્યાર્થીઓ સુધી કેવી રીતે પહોંચાડવુ તે વિશે ખૂબ જ ભારપૂર્વક સંબોધિત કર્યાં હતા.
વર્કશોપના પેટ્રોન તરીકે યુનિવર્સિટીના કુલપતિ ડૉ. રોહિત દેસાઈ ઉપસ્થિત રહ્યાં હતા. તેઓએ પોતાની આગવી શૈલીમાં વિદ્યાર્થીઓને નવીન રિસર્ચ કરવા તરફ પ્રેરણા આપી હતી. લાઇફ સાયન્સ ભિાગના અધ્યક્ષ તથા આ વર્કશોપના કો. ઓર્ડિનેટર ડૉ. એમ.એ. ભટ્ટે આભરવીધી કરી હતી. તેમજ લાઈફ સાયન્સ ભિાગના થતા સંશોધનો વિશે વૈવીધ્યસભર માહિતી રજૂ કરી હતી. ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર (જીબીઆરસી) તરફથી જોઈન્ટ ડાયરેકટર ડૉ. નિરજસીંગ હાજર રહ્યાં હતા. તેઓએ વિદ્યાર્થીઓને જીબીઆરસીના થતા સંશોધનો તથા તેનો ઉપયોગ વિદ્યાર્થી દ્વારા કેવી રીતે કરી શકાય તેના વિશે જણાવ્યુ હતું.
માસ્ટર ટ્રેનર તરીકે જીબીઆરસી તરફથી ડૉ. પ્રિતેશ સબાચ, સાયન્ટિસ્ટ-બી નિમેષ પટેલ તથા રોશની મિશ્રા, જે.આર. એફ. ઉપસ્થિત રહ્યા હતા. તેઓ હવેથી પાંચ દિવસ સુધી ટ્રેનીંગ આપશે. આ વર્કશોપ આગામી 13 તારીખ સુધી ચાલશે અને તમામ ભાગ લેનાર અધ્યાપકો, સંશોધકો સુપર કોમ્પ્યુટરની મદદથી આ બાયોઇન્ફોર્મેટ્રીકસના વર્કશોપનો લાભ લેશે. સમગ્ર વર્કશોપનુ સંચાલન લાઈફ સાયન્સ વિભાગના ડૉ. આશિષ પટેલ, ડૉ. હિંમાશુ બારીયા તથા ડૉ. જીજ્ઞેશ ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.