• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Ham. U. Gu. The Work Of The Examination Department From The Result Center Of The University Was Started From The Administrative Building

વિદ્યાર્થીઓને રાહત:હેમ.ઉ.ગુ. યુનિ.ના રીઝલ્ટ સેન્ટરમાંથી થતુ પરીક્ષા વિભાગનુ કામ પુન : વહીવટી ભવનથી શરુ કરાયું

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણમાં પરીક્ષા વિભાગ ને લગતી કામગીરી જે અગાઉ રીઝલ્ટ સેન્ટર પર કરવામાં આવી રહી હતી તે તમામ કામગીરી મંગળવારથી યુનિ.ના વહીવટી ભવનમાં પુનઃ રાબેતા મુજબ શરુ કરી દેવાઇ છે.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિ. ખાતે પરીક્ષા વિભાગને લગતી કામગીરી જે અગાઉ યુનિ.ના વહીવટી ભવનની બીલ્ડીંગમાં જ થતી હતી તેમાંથી કેટલીક કામગીરીનુ વિભાજન કરીને છેલ્લા કેટલાક વર્ષોથી તે કામગીરી રીઝલ્ટ સેન્ટર ખાતે લઇ જવામાં આવી હતી. જેથી વિદ્યાર્થી અને કોલેજોને માર્કશીટો વગેરે કામગીરી માટે વહીવટી ભવનથી એક થી બે કી.મી. દૂર જવુ પડતુ હતુ. ત્યારે વિદ્યાર્થીઓ અને અન્ય લોકોને કામગીરીમાં સરળતા રહે તે માટે રીઝલ્ટ સેન્ટર ખાતે જે કામગીરી લઇ જવામાં આવી હતી તે તમામ કામગીરી પુનઃ વહીવટી ભવનમાં પરીક્ષાના ખાનગી વિભાગમાં ચાલતી હતી. ત્યાં લાવી દેવામાં આવી છે. તેમ યુનિ.ના પરીક્ષા નિયામકે મિતુલભાઇ દેલીયાએ જણાવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...