તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:પાટણની ગુરૂકૃપા સોસાયટીમાં દૂષિત પાણી આવતાં મહિલાઓનો હલ્લાબોલ

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નગરપાલિકામાં રજૂઆત કરવા છતાં પરિણામ ન મળ્યું
  • પાણીની સમસ્યા હલ ન થાય તો રહિશોની ઉગ્ર આંદોલનની ચીમકી

પાટણ શહેરના ટેલિફોન એક્સચેન્જ રોડ પર આવેલ ગુરુકૃપા સોસાયટીમાં આવતા પીવાના પાણીની પાઇપ લાઈન લીકેજ હોઈ છેલ્લા પાંચ દિવસથી વિસ્તારમાં આવતું પીવાનું પાણી અતિશય દુષિત અને દુર્ગંધ મારતું આવી રહ્યું છે. ત્યારે પાણીમાંથી દુર્ગંધ સાથે દુષિત હોઈ પીવા લાયક પાણી ન આવતા રહીશો પીવાના પાણી માટે મુશ્કેલીમાં મુકાયા છે.

બે દિવસ અગાઉ પાલિકામાં પાણીની સમસ્યા અંગે રજુઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા સોમવારે રહીશો સોસાયટી બહાર એકત્ર થઇ મહિલાઓ દ્વારા પાલિકા સામે ભારે સૂત્રોચ્ચાર સાથે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. અને સત્વરે પાણીની સમસ્યા હલ નહીં થાય તો રહીશો દ્વારા પાલિકામાં ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...