રોષની લાગણી:પદ્મદર્શન રેસિડેન્સીમાં એક મહિનાથી પાણી ન મળતાં પાલિકામાં હલ્લાબોલ

પાટણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાના ઓફિસ સુપ્રિટેન્ડેન્ટને આવેદનપત્ર આપી પાણીની માંગ કરી
  • ટેન્કરથી પાણી મંગાવવા મજબૂર રહિશોએ નારા લગાવ્યા

પાટણ શહેરમાં પદમનાથ ચોકડી વિસ્તારમાં આવેલ પદ્મદર્શન રેસિડન્સીમાં છેલ્લા એક મહિનાથી નગરપાલિકાનો પાણી મળતું ન હોવાથી સોસાયટીના રહીશોમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે. જેમાં ગુરુવારે સાંજે મહિલાઓ તેમજ ભાઈઓનો મોટો સમૂહ નગરપાલિકા પહોંચ્યો હતો અને નગરપાલિકા હાય હાયના નારા બોલાવી ઓફિસ સુપ્રિટેન્ડેન્ટને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું.

છેલ્લા ત્રણ વર્ષથી પાણીની સમસ્યા ભોગવી રહ્યા હોવાની વેદના લોકોએ વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે આ વિસ્તારના લોકો પાણીના ટેન્કર મંગાવવા મજબૂર હોઈ રોષ વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...