તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુષ્કાળની અસર:વારાહી ગૌશાળામાં ઘાસચારો ખૂટી જતાં 3-4 દિવસથી અડધી ગાયો ભૂખી; વરસાદ ખેંચાતા ઘાસચારાની આવક બંધ હોવાથી ગૌવંશ નિભાવ મુશ્કેલ

વારાહી19 દિવસ પહેલા
  • કૉપી લિંક

સાંતલપુર તાલુકાના વારાહી ખાતે જિલ્લાની મોટામાં મોટી ગૌશાળામાં 4200 જેટલી ગાયોની સેવા કરાય રહી છે ત્યારે વરસાદ વગર ગૌશાળામાં ઘાસચારો ખુટી જતા ત્રણ-ચાર દિવસથી અડધા જેટલી ગાયો ભૂખી રહે છે તેવી હકીકત સામે આવી રહી છે.

સાંતલપુર તાલુકાના વારાહી ખાતે ભીડ ભજન હનુમાનજી ગૌશાળા ૪૨૦૦ જેટલી ગાયોની સેવા કરવામાં આવી રહી છે. કોરોના મહામારીના કારણે ગૌશાળામાં ઘાસચારાની આવક પણ બંધ થઈ હતી. ચાલુ સાલે વરસાદ ખેંચાતા ગૌશાળામાં ઘાસચારાની આવક સદંતર બંધ હોય ગૌવંશ નિભાવ કરવો બહુ મુશ્કેલ બની રહ્યો છે. જ્યારે દાતાઓ તરફથી આવતું દાન પણ બંધ થઈ જતાં અત્યારે ગૌશાળા 40 થી 50 લાખના દેવા તળે દબાયેલી છે.

ગૌશાળા સંચાલકોના જણાવ્યા મુજબ વરસાદ ખેંચાતા ગૌશાળામાં ગાયોની આવક પણ ચાલુ થઈ છે. પશુપાલકો પશુધનનો નિભાવ ના કરી શકતા ગૌશાળામાં મૂકી જાય છે. પશુપાલકો પણ પશુઓ માટે રૂ.120 મણના ભાવનો લીલો ઘાસચારો પોતાના વાહનો લઇ લેવા માટે જતા હોય છે.જો વરસાદ નહીં થાય અને સરકાર ઘાસચારો સહાય જાહેર નહીં કરે તો ગાયો મોતને ભેટશે.

60 ટન ઘાસની જરૂર સામે 10થી 12 ટન મળે છે
ગો શાળા સંચાલક નરપતસિંહ વાઘેલાએ જણાવ્યું કે હાલમાં રોજની 60 ટન ઘાસની જરૂર છે તેની સામે 10થી 12 ટન ઘાસ રૂ.60 થી 70ના મણના ભાવે મળી રહ્યું છે,આટલું ઘાસ ચાલતું નથી એટલે અલગ-અલગ 10 વાડામાં વારાફરતી ઘાસ નીરણ કરી શકાય છે. પહેલા ડીસાથી લીલું ઘાસ મળી રહેતું હતું. કચ્છમાં ઘાસચારાની તકલીફ છે. સરકાર ઘાસચારાની વ્યવસ્થા કરી આપે તે જરૂરી છે તો જ પશુધનને બચાવી શકાશે