ચિંતા:પાટણમાં અડધો, ચાણસ્મામાં સવા અને સિદ્ધપુરમાં એક ઇંચ વરસાદ

પાટણએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
વઢિયાર પંથકમાં ખેતી પાકોને નુકસાન થતાં ખેડૂતોના જીવ અધ્ધરતાલ - Divya Bhaskar
વઢિયાર પંથકમાં ખેતી પાકોને નુકસાન થતાં ખેડૂતોના જીવ અધ્ધરતાલ
  • ખેતરોમાં પાણી ભરાઇ રહેતાં સાત તાલુકાના ખેડૂતોના જીવ અધ્ધરતાલ, ખેતી પાક બગડવાની ભીતિ

વિરામ બાદ જિલ્લામાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. રાધનપુર સાંતલપુર તાલુકાને બાદ કરતા બાકીના સાત તાલુકાઓમાં ઝરમર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ચાણસ્મામાં સવા ઇંચ,પાટણમાં અડધો ઇંચ, સિદ્ધપુરમાં એક ઇંચ અને હારિજમાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. વરસાદ નો બીજો રાઉન્ડ શરૂ થતા ખેડૂતો ચિંતિત બન્યા હતા હવે ખેતી પાકો બચશે કે નહીં તેની ખેડૂતોને ચિંતા કોરી રહી છે.

તાજેતરમાં થયેલા ભારે વરસાદથી હજુ ખેતરો સુકાયા નથી ત્યારે રવિવારે વહેલી સવારથી ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો. ચાણસ્મા, પાટણ, શંખેશ્વર, સમી, સરસ્વતી, સિદ્ધપુર અને હારીજ પંથકમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી રવિવારે રાત સુધી વરસાદ ચાલુ રહ્યો હતો. જેમા સૌથી વધુ ચાણસ્મા પંથકમાં સવા ઈંચથી વધુ વરસાદ થયો હતો. આ વરસાદ અડદ મગ જુવાર કપાસ સહિતના પાક માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. આ પાછોતરા દિવેલાના વાવેતર કરવામાં પણ ખેડૂતોને આ વરસાદ નડતરરૂપ બનવાની ચિંતા ખેડૂતોને સતાવી રહી છે.

રેઇનમીટર (પાટણ)

તાલુકોમીમી
ચાણસ્મા31
પાટણ14
રાધનપુર11
સમી2
સરસ્વતી13
સિદ્ધપુર22
હારીજ12
અન્ય સમાચારો પણ છે...