મુશળધાર વરસાદ:પાટણમાં અડધા કલાકમાં ધોધમાર સવા ઈંચ વરસાદ, નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકી પડી

પાટણએક મહિનો પહેલા
  • મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ફરી વળતા વાહનચાલકો અને રાહદારીઓને હાલાકી મુશળધાર વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી

પાટણ શહેર સહિત સમગ્ર પંથકમાં શનિવારના રોજ બપોરે ધોધમાર વરસાદ વરસ્યો હતો. શનિવારે બપોરે બે કલાકના અરસામાં અચાનક વાતાવરણમાં પલટો આવતા પવનના સુસવાટા સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. શહેરમાં અડધો કલાક વરસેલા વરસાદના રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. પાટણ શહેરમાં અડધો કલાકમાં સવા ઈંચ વરસાદ ખાબક્યો હતો.

અનેક વિસ્તારોમાં પાણી ભરાયાપાટણ શહેર સહિત પંથકના કેટલાક વિસ્તારોમાં શનિવારના રોજ ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તેમજ શહેરના મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ફરી વળતા વાહનચાલકો અને રાહદારીઓને હાલાકીઓ પડી હતી. શનિવારે પડેલા વરસાદના કારણે શહેરના નીચાણવાળા એવા આનંદ સરોવર, ટેલિફોન એક્સચેન્જ રોડ, મીરા દરવાજા વિસ્તાર, કે.કે. ગર્લ્સ હાઇસ્કુલ, પિતાંબર તળાવ, રેલવે ગરનાળા, કોલેજ અન્ડર બ્રિજમાં વરસાદી પાણી ભરાયા હતા.

છેલ્લા ત્રણ દિવસથી અસહ્ય ઉકળાટ બાદ આજે શનિવારે પડેલા મુશળધાર વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. પાટણ શહેર સહિત જિલ્લાના મોટાભાગના પંથકોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યાં હતા.પાટણ શહેરમાં 32 MM વરસાદ પાટણ શહેરમાં અડધો કલાકમાં સવા ઈંચ વરસાદ ખાબક્યો હતો.

પાટણ શહેર સહિત જિલ્લામાં શનિવારે પડેલાં વરસાદની આંકડાકીય માહિતી જોઈએ તો પાટણ શહેરમાં 32 MM રાધનપુર 14 MM, શંખેશ્ર્વર 14 MM, સિધ્ધપુર 22 MM અને હારીજમાં 4 MM વરસાદ નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...