ગૌરવ:હાજપુરની નિરમા ઠાકોરે વર્ષ 2019નો પોતાનો રેકોર્ડ તોડી વર્ષે 2021માં સતત બીજીવાર ઇન્ટરનેશનલ મેરેથોન જીતી

પાટણ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુપીના પ્રયાગરાજ સ્થિત ઈન્દિરાફૂલ મેરેથોનમાં 2:50 કલાકમાં 41.195 દોડ પૂર્ણ કરી

પાટણ તાલુકાના હાજીપુર ગામની ખેડૂત પુત્રી નિરમા ઠાકોરે ફક્ત 23 વર્ષની ઉંમરમાં જ દોડ સ્પર્ધામાં અઢળક મેડલ પોતાના નામે કર્યા છે. ત્યારે વધુ એક દેશભરના 500 દોડવીરો વચ્ચે ઉત્તર પ્રદેશમાં યોજાયેલ ઇન્ટરનેશનલ ઇન્દિરા ફૂલ મેરેથોન દોડમાં 41.195 કિ.મી ફક્ત 2 કલાક અને 50 મિનિટમાં દોડીને દેશભરમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરી ભારતભરમાં પાટણનું નામ ગુંજતું કર્ું છે.

નિરમા ઠાકોર 2019માં પૂના ખાતે ઇન્ટરનેશનલ મેરેથોન સ્પર્ધામાં 41 કિ.મી 3:09 કલાક પૂર્ણ કરીને પ્રથમ નંબર મેળવ્યો હતો. 2020 કોરોનાના કારણે મેરેથોન રદ રહી હતી. છતાં તૈયાર શરૂ રાખી હતી. 2021માં ફરી ઇન્ટરનેશનલ મેરેથોન દોડમાં 41 કિ.મી 2 : 50 કલાકમાં પૂર્ણ કર્યું હતું. ત્યારે પોતાના રેકોર્ડમાં 19 મિનિટનો ઘટાડો કરીને નવો રેકોર્ડ બનાવ્યો હતો.

સતત બીજીવાર ઇન્ટરનેશનલ મેરેથોનમાં પોતાનું પ્રભુત્વ જાળવી રાખ્યું હતું. તેવુ તેના સ્થાનિક કોચ રમેશભાઈ દેસાઈએ જણાવ્યું હતું. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે શુક્રવારે 36મી ઇન્દિરા ફૂલ મેરેથોન દોડ સ્પર્ધા યોજાઈ હતી.

જેમાં ગુજરાત રાજ્યમાંથી પાટણના હાજીપુરની દોડની ખેલાડી નિરમા ભરતજી ઠાકોર સહિત દેશના વિવિધ રાજ્યોમાંથી કુલ 500 જેટલા ખેલાડીઓ ભાગ લીધો હતો. જેમાં લાંબી દોડની સ્પર્ધામાં સૌથી વધુ 41.195 કિ. મી 2 :50 કલાકમાં નિરમા ઠાકોર દોડ પૂર્ણ કરી દેશભરના ખેલાડીઓમાં સૌપ્રથમ નંબર પ્રાપ્ત કરી રોકડ બે લાખ રૂપિયાનું પુરસ્કાર ઇનામ પ્રાપ્ત કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...