તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તંદુરસ્ત આયુષ્ય:પાટણના સમીના 105 વર્ષના વયોવૃદ્ધ જ્ઞાનદાસ સાધુ આજેપણ પૂજા આરતી અને દૈનિક કામ કરે છે જાતે

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આજ સુધી તેઓએ આરોગ્ય બાબતે દવાખાના સુધી ક્યારે જવું પડ્યું નથી

જૂનું એટલું સોનું, સારી હવા સારો ખોરાક અને નિયમિત આરોગ્યની જાળવણી થાય તે માટે સમયસર શરીરને યોગ્ય લાગે તેવા આહાર કરે તો જીવનમાં ક્યારેય શરીરમાં રોગ પ્રવેશી શકતો નથી અને મનુષ્ય લાંબુ અને તંદુરસ્ત આયુષ્ય ભોગવે છે, જેનો તાજો દાખલો પાટણ જિલ્લાના સમી તાલુકાના દાદકા ગામે 105 વર્ષીય પરમ પૂજ્ય સાધુ જ્ઞાન દાસ મોહનદાસ બાપુએ પુરો પાડ્યો છે. તેઓની ઉમર 100 વર્ષથી પણ વધુ છે, તેમછતાં આજેપણ તેઓ પૂજા આરતી અને દૈનિક કામ જાતે કરે છે.

પૂજ્ય સાધુ જ્ઞાન દાસ બાપુ વયોવૃદ્ધ અવસ્થામાં પણ શરીરના કોઈપણ આધિ વ્યાધિ અને ઉપાધિથી મુક્ત રહેવા બિલકુલ તંદુરસ્ત અને પોતાનું તમામ દૈનિક કામ જાતે જ કરી નીરોગી જીવન જીવી રહ્યા છે. સવારે વહેલા ચાર વાગ્યે ઊઠીને રામજી મંદિરની અંદરથી અને બહારથી સંપૂર્ણ સફાઈ કર્યા બાદ ભગવાનની આરતી જાતે જ કરે છે અને ભગવાનનો શણગાર પણ તેઓ જાતે જ કરે છે. આજ સુધી તેઓએ આરોગ્ય બાબતે દવાખાના સુધી ક્યારે જવું પડ્યું નથી. વયોવૃદ્ધ સાધુ જ્ઞાન દાસજીની ઉંમર 105 વર્ષ અને તેમના ધર્મપત્નીની ઉંમર 97 વર્ષની આસપાસ હોવાની તેઓએ મીડિયા સમક્ષ કહ્યું હતું.

જીવનમાં ક્યારે પણ નથી જવું પડ્યૂં હોસ્પિટલમાં
105 વર્ષના વયોવૃદ્ધ પરમ પૂજ્ય જ્ઞાન દાસજી સાધુએ જણાવ્યું હતું કે, મેં મારા જીવનમાં ક્યારે હોસ્પિટલ જોયું નથી. સવારે વહેલા ચાર વાગ્યે ઊઠીને ભગવાનની પૂજા સેવા સાફ-સફાઈ અને દૈનિક કાર્યો હું જાતે જ કરૂ છું. મેં મારા સો વર્ષના જીવનમાં અનેક સારા નરસા પ્રસંગો જોયા છે, જેના સંભારણા આજેય મારા નેત્રપટલમાં સંગ્રહાયેલા છે. તેઓએ વધુમાં જણાવ્યું કે, અમે તો વઢીયારના રહેવાસી છીએ અમે અનેક દુષ્કાળ, વાવાઝોડા અને કદીએ કલ્પી ન શકાય તેવી ભૂકંપ ની ઘટનાઓ તેમજ ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધની ઘટનાઓ હું ક્યારેય નહીં ભૂલી શકુ.

જાણો તેમના વિશે શું કહે છે તેમના પૌત્ર
સો વર્ષીય પૂજ્ય જ્ઞાનદાસ સાધુના પૌત્ર ભરતકુમાર સાધુએ જણાવ્યું હતું કે, મારા દાદા સો વર્ષથી ઉપરની ઉંમરના હશે. અમારો 150થી વધારે સભ્યોનો પરિવાર છે. અમારા દાદા આજે પણ પોતાનું નૈતિક કર્મ જાતે જ કરે છે અને ગોકુળ અષ્ઠમીની રાત્રે કૃષ્ણ જન્મ સમયે થતી આરતી મારા દાદા કરે છે. મારા દાદા અદભુત રીતે આરતી કરતા હોવાથી ગામના ભક્તો અમારા દાદાની આરતી જોવા માટે રાતના બાર વાગ્યા સુધી ઇંતેજાર કરે છે. તેઓએ વધુમાં જણાવ્યું કે, મારા દાદા ભગવાનનો શણગાર પણ અદભુત અને અલોકિક કરે છે. આજે અમારા દાદા સંપૂર્ણ તંદુરસ્ત છે અને તેઓ ભગવાનની સેવા સારી રીતે કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...