ડી.લિટની પદવી:હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા જ્ઞાન વત્સલ સ્વામી અને મફતલાલ પટેલને ડી.લિટની પદવી એનાયત કરાશે

પાટણ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આગામી 27 મે રોજ રાજ્યપાલના હસ્તે એનાયત કરવા કાર્યક્રમ યોજાશે

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા સમાજ સુધારણામાં યોગદાન આપવા બદલ સ્વામી નારાયણના જ્ઞાન વત્સલ સ્વામી અને શૈક્ષણિક ક્ષેત્રમાં યોગદાન આપનાર પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના પતિ મફતલાલ પટેલને આગામી 27 મેંના રોજ રાજ્યપાલના હસ્તે ડી.લિટની પદવી એનાયત કરવા માટે ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.

યુનિવર્સિટી દ્વારા મહાનુભવોને અભ્યાસ વગર જ ઉચ્ચ કક્ષાની (ડોક્ટરેટ) ડી.લીટની પદવીથી સન્માન કરવામાં આવે છે. ગુજરાત ફિલ્મ જગતના કલાકાર સ્વ મહેશ કનોડિયાને ડી.લિટની પદવીની પદવી આપ્યા બાદ હવે સામાજિક સુધારનાનું કાર્ય કરનાર જ્ઞન વત્સલ સ્વામી તેમજ મફતલાલ પટેલ બન્ને આગામી 27 મે ના રોજ ડી.લિટની પદવી એનાયત કરવા માટે કનવેશન હોલ ખાતે સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.

મુખ્ય મહેમાન તરીકે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહી બન્ને મહાનુભવોને ડી.લિટની પદવી એનાયત કરી સન્માનિત કરશે. આ કાર્યક્રમમાં રાજ્યની અન્ય યુનિવર્સિટીના હોદેદારો સહિત રાજકીય આગેવાનો અને યુનિવર્સિટીના સત્તાધીશ હાજર રહેશે.તેવું કુલપતિ ડૉ. જે.જે વોરાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...