પરીક્ષા:ઈજનેરી અને ફાર્મસીમાં પ્રવેશ માટે આજે ગુજકેટની પરીક્ષા, પાટણના 10 કેન્દ્રોમાં લેવાઈ રહી છે પરીક્ષા

પાટણએક મહિનો પહેલા
  • 10 કેન્દ્રોના 100 બ્લોકમાં 1936 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે
  • ત્રણ તબક્કામાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, મેથ્સ વિષયના પેપર લેવાશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (જીએસઈબી)ની ગુજકેટની પરીક્ષા આજે યોજાઈ રહી છે. સવારે 10થી 4 દરમિયાન ત્રણ તબક્કામાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, મેથ્સ વિષયની પરીક્ષા યોજાશે. પ્રત્યેક વિષયમાં 40 માર્કસના 40 પ્રશ્નોની પરીક્ષા યોજાઈ રહી છે. ત્યારે પાટણ શહેરમાં આવેલા 10 પરીક્ષા કેન્દ્રોના 100 બ્લોકમાં 1936 વિદ્યાર્થીઓ રાજીસ્ટેશન થયા છે, જે પૈકી એ ગ્રુપમાં 545 અને બી ગ્રુપમાં 1391 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

આ પરીક્ષામાં સવારે 10થી 12 દરમિયાન ફિઝિક્સ, કેમેસ્ટ્રી વિષયની 120 માર્કસની પરીક્ષા યોજાઈ હતી. બીજી તરફ બપોરે 1થી 2 બાયોલોજીની 40 માર્કસનું પેપર, ત્યારબાદ બપોરે 3થી 4 મેથ્સનું 40 માર્કસનું પેપર યોજાશે. દરેક પરીક્ષા કેન્દ્રો ઉપર ઓબ્ઝર્વેર ટીમ મુકવામાં આવી છે તો પરીક્ષા સેન્ટર ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તેમજ સીસીટીવીની નીગરાનીમાં પરીક્ષા લેવામાં આવી રહી છે.

ગુજકેટની પરીક્ષામાં સવારે 10થી 12 ભૌતિક શાસ્ત્ર અને ૨સાયણશાસ્ત્રમાં કુલ 80 પ્રશ્નો, 80 ગુણ અને 120 મિનિટ ફાળવવામાં આવી હતી. ગુજકેટની પરીક્ષાના પ્રશ્નપત્રો ગુજરાતી, અંગ્રેજી, હિન્દી એમ ત્રણ વિષયમાં લેવાયા હતા. ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી -ડિપ્લોમાં ફાર્મસીમાં પ્રવેશ માટે 2017થી ગુજકેટ ફરજીયાત કરાઈ છે. ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી-ડિપ્લોમા ફાર્મસી કોર્સમાં પ્રવેશ માટે વિજ્ઞાન પ્રવાહના ગ્રુપ-એ, ગ્રુપ-બી, ગ્રુપ એબીના વિદ્યાર્થીઓની ગુજકેટની પરીક્ષાનુ આયોજન હાથ ધરાયું છે.

અન્ય સમાચારો પણ છે...