તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:પાટણ શહેરમાં ભુગર્ભ નાખવા જીયુ઼ડીસીએ તોડેલી ગટરો અને રસ્તા રિપેર કરવા માંગ

પાટણ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકા દ્વારા રૂ. 5 કરોડની ગ્રાન્ટની દરખાસ્ત કરાઈ છે પણ હજુ મંજૂરી નથી મળી
  • નગરપાલિકાના પદાધિકારીઓ ગાંધીનગર પ્રાદેશિક અધિકારીઓને મળી રજૂઆત કરી

પાટણ શહેરમાં જીયુડીસી દ્વારા નવા વિસ્તારોમાં ભૂગર્ભ ગટર નાંખવા તોડવામાં આવેલા રોડ રસ્તા, ગટર કામગીરી પૂરી થયા પછી પણ નવા બનાવવામાં ન આવતા રહીશોની અવરજવર અને વાહન વ્યવહારમાં ભારે મુશ્કેલી સર્જાઇ રહી છે. આ રસ્તાઓ માટે નગરપાલિકા દ્વારા રૂ. પાંચ કરોડની ગ્રાન્ટની માંગણી માટે દરખાસ્ત કરવામાં આવી છે પરંતુ તે કોરોનાના કારણે ગાંધીનગર ખાતે ફાઇલોમાં અટવાઈ ગઈ હતી. મંગળવારે નગરપાલિકાના પદાધિકારીઓ ગાંધીનગર ખાતે પ્રાદેશિક અધિકારીઓને મળ્યા હતા અને ઝડપથી પડતર માગણીનો નિકાલ કરવા રજૂઆત કરી હતી.

શહેરમાં કોરોનાની બે લહેર દરમિયાન વિકાસ કામો થઈ શક્યા ન હતા. જોકે ભૂગર્ભ ગટર લાઈનની કામગીરી જી.યુ.ડી.સી દ્વારા શરૂ થયેલ હોવાથી રોડ રસ્તાઓ તોડવાથી નવેસરથી બનાવવા પડે તેમ છે. આ રસ્તા જે તે હાલતમાં હોઈ લોકો હાલાકી ભોગવી રહ્યા છે. મંગળવારે પાલિકાના ઉપપ્રમુખ ધર્મેશ પ્રજાપતિ, બાંધકામ સમિતિના ચેરમેન દેવચંદ પટેલ, દંડક હરેશ મોદી સહિતે ગાંધીનગર નગરપાલિકાઓના પ્રાદેશિક કમિશનરને પડતર કામોની ઉઘરાણી કરી હતી.

આ ઉપરાંત સોસાયટીઓમાં બાકી રહેલા રોડ રસ્તાના કામો, વાદી સોસાયટી રોડ ઉપર બની રહેલ કોમ્પ્લેકસની અંગે પણ રજૂઆત કરી હતી. નગર પાલિકા ઉપપ્રમુખ ધર્મેશ પ્રજાપતિએ જણાવ્યું કે ગાંધીનગર ખાતે સરકારી કચેરીઓમાં કોરોનાના કારણે 50% સ્ટાફથી કામગીરી થઇ રહી હતી જેના કારણે જે કામો અટવાઇ પડયા છે તે હવે 100% હાજરી થવાથી ઝડપથી શરૂ થઈ શકે તેવા સંજોગો છે. અમે ચોમાસા પહેલા આ રસ્તાઓ શરૂ થઈ જાય તેવી રજૂઆત કરી છે.

શહેરનાં અટલવાયેલાં આ રસ્તાઓનો કામો

  • માતરવાડી કેનાલથી એલ.પી ભવન રોડ સુધી ડામર અને પેવર કામગીરી
  • માતરવાડી કેનાલથી ભવાની ધામ થઈ પાયલ પાર્ક સોસાયટી ડામર કામ
  • એલ.પી ભવનથી હાસાપુર થઈને ઊંઝા હાઈવેને જોડતો ડામર પેવર રોડ
  • ઉંઝા ત્રણ રસ્તાથી એસીબી કચેરીએ થઈ હાસાપુર ડામર પેવર રોડ
  • પદ્મનાથ ચોકડીથી જોગમાયા મંદિર થઈ સબોસણ રોડ ડામર અને પેવર કામ
  • ચાણસ્મા ત્રણ રસ્તાથી માખણીયા રોડ ડામર અને પેવર કામ
  • બિચ્છુ નહેરથી ચાણસ્મા હાઇવે એપ્રોચ ડામરપેવર રોડ -એમ.કે સ્કૂલ થી માતરવાડી કેનાલ સીસી રોડ
અન્ય સમાચારો પણ છે...