તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:અજીમાણા ગામે મહિલાની ઇજ્જત લેવા પ્રયાસ મામલે જૂથ અથડામણ

પાટણ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહિલાના પરિવારજનો ઠપકો આપવા જતાં હોબાળો મચ્યો
  • સરસ્વતી તાલુકા પોલીસ મથકે બંને પક્ષે સામ સામે ફરિયાદ નોંધાઇ

પાટણ તાલુકાના અજીમાણા ગામે રહેતા દિનેશભાઇ રામાભાઇ દેસાઇ 2 સપ્ટેમ્બરે જાળેશ્વર પાલડી ખાતે રામાપીરના કેમ્પમાં બેઠેલ હતા ત્યારે ગામના પંકજભાઇ ઇશ્વરભાઇ દેસાઇએ લાફો માર્યો હતો. તેનો ઠપકો આપતાં અદાવત રાખીને 5 શખ્સોએ લાકડી ધોકા વડે હિચકારો હુમલો કરીને દિનેશભાઇ તેમના ઘરમાં તોડફોડ કરી હોવાની મહિલા ભાનુબેન દિનેશભાઇ દેસાઇએ સરસ્વતી તાલુકા પોલીસ મથકે 5 સામે ફરીયાદ નોંધાવી હતી.

ગામના પંજકભાઇ દેસાઇની પત્ની ખેતરથી ઘરે આવતા હોઈ તે વખતે શખ્સ દ્વારા તેની ઇજજત લેવાની કોશીશ કરતા બુમાબુમ કરતા લોકો આજુબાજુ લોકો દોડી આવતાં શખ્સ નાશી છૂટ્યો હતો. તે વાતનો ઠપકો આપવા ગયા ત્યારે 7 શખ્સોએ હુમલો કરીને ધોકા વડે માર માર્યો હતો. આ અંગે મહિલાએ સરસ્વતી તાલુકા પોલીસ મથકે સાત શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી.

સામસામે કોના પર ફરિયાદ
- દેસાઇ પંકજભાઇ ઇશ્વરભાઇ, દેસાઇ સંજયભાઇ ઇશ્વરભાઇ, દેસાઇ ગાંડાભાઇ અમથાભાઇ, દેસાઇ મુકેશભાઇ લાલભાઇ અને દેસાઇ વિપુલભાઇ બાબુભાઇ
- દેસાઇ વિક્રમભાઇ અમરતભાઇ, દેસાઇ વિષ્ણુભાઇ બાબુભાઇ, દેસાઇ સંજયભાઇ શકકરભાઇ, દેસાઇ દિનેશભાઇ રામાભાઇ, દેસાઇ વિજયભાઇ શંભુભાઇ, દેસાઇ શંભુભાઇ લાલભાઇ અને દેસાઇ શકકરભાઇ લાલભાઇ

અન્ય સમાચારો પણ છે...