તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવા કાર્ય:પાટણ જિલ્લાની બે ગૌશાળામાં જીવદયાપ્રેમીઓ દ્વારા ટ્રેક્ટર ભરી લીલું ઘાસ અર્પણ કરાયું

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાટીદાર કિશાન સેના દ્વારા લીલો ધાસચારો વીના મૂલ્યે આપવાની સેવા શરૂ કરાઈ

કોરોનાના કપરા કાળમાં મૂંગા અબોલ પશુઓની કાળજી રાખવાના ભગીરથ પ્રયાસના ભાગરૂપે જેઠસુદ પૂનમને ગુરૂવારના દિવસે પાટણ જિલ્લાની બે પાંજરાપોળ રાધનપુર ખોડા ઢોર પાંજરાપોળ રૂગનાથપુરા અને હરી ૐ ગૌ શાળા અનાવાડા ખાતે જીવદયાપ્રેમી પટેલ સેંધાભાઈ પરસોત્તમ દાસ પરિવાર અને પાટણ પાટીદાર કિસાન સેનાના શુભ ચીંતક મિત્રો કિરણભાઈ, દિપકભાઈ તથા પાટીદાર કિસાન સેના દ્વારા લીલા ઘાસના ટ્રેકટરોનું દાન કરી ઉત્તમ પશુ પ્રેમ અને જીવદયાની ભાવનાને ઉજાગર કરી છે.

સંસ્થા પોતાના વાહનોમાં ઘાસનું દાન પહોંચાડે છે
અત્યારનાં પ્રવર્તમાન યુગમાં ઘોર મંદીમાં માનવીને પોતાના બે છેડા ભેગા કરતાં નાકે દમ આવી જતો હોય છે. ત્યારે આવા કપરાં સમયે અબોલ પશુ પ્રત્યેની આવી સંવેદન શીલ લાગણી અન્યોને પણ પ્રેરણા રૂપ બનશે. તો કોઈ પણ વ્યક્તિને પોતાના સ્નેહીજનો તથા સ્વ. સગાઓના નામે ઘાસ ચારાનું દાન પાટણ જિલ્લાની કોઈ પણ પાંજરાપોળમાં કરવું હોય તો પાટણ પાટીદાર કિસાન સેનાએ જગ્યાએ પોતાના વાહનોમાં ઘાસનું દાન પહોંચાડી એની પહોંચ દાતા પરિવારનાં ઘેર પહોંચાડી આપશે. તેવું પાટીદાર કિશાન સેનાનાં જયેશભાઈ પટેલે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...