અખિલ ભારતીય રાષ્ટ્રીય મહાસંઘ સંલગ્ન પાટણ જિલ્લા ગ્રાન્ટેડ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા પોતાની પડતર માંગણીઓ ને લઈ કલેક્ટર કચરી માં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
આવેદનપત્રમાં તેઓએ જણાવ્યું હતુ કે, ગુજરાત રાજ્યમાં ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓના શિક્ષકો માત્ર 2680 જેટલા જ હોય સરકાર સુધી અમારો અવાજ પહોંચાડી શક્યા નથી. જેથી આ આવેદન પત્ર દ્વારા અમો સરકાર સુધી અમારી અરજ પહોંચાડી રહ્યા છીએ.
પ્રાથમિક શિક્ષકોને સરકારે તારીખ 16/8/1994 થી ઉચ્ચતર પગાર ધોરણ યોજના અમલમાં મૂકેલ છે. તે મુજબ શિક્ષકોને 9-20-31 વર્ષની નોકરી પૂર્ણ થતાં ઉચ્ચતર પગાર ધોરણનો લાભ મળે છે. જેમાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ હસ્તકના શિક્ષકો અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાના શિક્ષકોને મળતા લાભોમાં ભારે વિસંગતતા છે. છઠ્ઠા પગાર પંચ મુજબ જિલ્લા પંચાયતના શિક્ષકોને 4200 ગ્રેડ-પે અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાના શિક્ષકોને 2800 ગ્રેડ-પે મળે છે. જે ભારતીય બંધારણનાં સમાનતાના અધિકારની વિરુદ્ધ્ છે.
તાજેતરમાં ગુજરાત સરકાર શિક્ષણ વિભાગના પરિપત્ર ક્રમાંક પી.આર.ઈ./૧૧૨૦૧૯/પ્રા.શિ.નિ.-૨૮૮/ક સચિવાલય ગાંધીનગર તા. 17/3/2021થી જિલ્લા શિક્ષણ સમિતિના શિક્ષકોને 4200 ગ્રેડ-પે બાબતે સાતમા પગાર પંચમાં લાભ આપવા સમજૂતી બહાર પાડેલ છે. જેનો લાભ ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓના શિક્ષકોને આપેલ નથી. આમ ભેદભાવભરી નીતિથી અમારા શિક્ષકોનું શોષણ થઈ રહ્યું હોવાનું જણાવ્યું છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.