હુકમ:લૂટેરી દુલ્હન કેસના બે મહિલાના શરતો આધીન જામીન મંજૂર

પાટણ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • માત્ર છોકરી બતાવવા પૂરતો રોલ હતો, બીજી કોઈ સંડોવણી નહોતી તેવી રજૂઆત કરવામાં આવી હતી

મણુંદ ગામના અંકિત પટેલના લગ્ન માટે ગામના રહેવાસી પટેલ સુરેખાબેન રણછોડભાઈ એ એક છોકરી નામે કોમલ તેના પરિવારજનોને બતાવી હતી અને એમણે પટેલ સરોજબેન વસંતભાઈ તેમજ ઉપેન્દ્રભાઈ ત્રિવેદીનો સંપર્ક કરાવી આપ્યો હતો ત્યાર પછી અંકિત અને કોમલના લગ્ન થયા હતા પરંતુ તે પછી ૬ ઓગષ્ટના રોજ કોમલ ઘરમાં હાથ સાફ કરીને ભાગી છૂટ્યા હતા.

આ ઘટના અંગે સુરેખાબેન પટેલ અને સરોજબેન પટેલ સામે પણ બાલીસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતા અટક કરાઈ હતી.જેમની જામીન અરજી બીજા એડિશનલ સેશન્સ જજ એ.કે. શાહ સમક્ષ રજૂ થતાં વકીલ અશ્વિનભાઈ દેસાઈએ સુરેખાબેન પટેલ અને સરોજબેન માત્ર છોકરી બતાવવા પૂરતો રોલ હતો. બીજી કોઈ સંડોવણી નહોતી તેવી રજૂઆત બાદ કોર્ટે શરતો આધારે જામીન ઉપર છોડવા હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...