પ્રોત્સાહક ગ્રાન્ટ:જિલ્લામાં સફાઈ વેરા વસૂલાતનું નબળું કામ કરતાં 378 ગ્રામ પંચાયતની ગ્રાન્ટ કપાઈ

પાટણ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 97 ગ્રામ પંચાયતોને સ્વચ્છતા કામગીરી માટે રૂ 1.12 ગ્રાન્ટ મળી

પાટણ જિલ્લામાં વેરા વસૂલાતમાં નબળી કામગીરી કરનાર 378 ગ્રામ પંચાયતોની સ્વચ્છતાની ગ્રાન્ટ કપાઇ છે. વર્ષ2019-2020માં 50 ટકાથી વધુ સફાઈ વેરો ની વસુલાત કરનાર 97 ગ્રામ પંચાયતોને કુલ રૂ 1.12 કરોડ ગ્રાન્ટ આપવામાં આવી છે. ગ્રામ પંચાયતો આ ગ્રાન્ટનો ઉપયોગ માત્ર સ્વચ્છતાની કામગીરી માટે જ કરી શકશે. ગામડાઓ સ્વચ્છ બને તે માટે સરકાર દ્વારા અથાક પ્રયાસો કરવા છતાં ગ્રામ પંચાયતોની નિષ્ક્રીયતાના કારણે ગામડાઓમાં ગંદકીનું સામ્રાજ્ય ખડકાયેલુ રહે છે.

ગામડાઓ સ્વચ્છ અને સુઘડ બને સફાઈ નું સ્તર ઊંચું આવે આરોગ્ય સુધરે તે માટે સ્વચ્છ ગામ સ્વસ્થ ગામ યોજના અંતર્ગત નાણાકીય વર્ષ દરમિયાન ગ્રામ પંચાયત દ્વારા નાખવામાં આવેલા સફાઈ વેરાના કુલ માગણા સામે કરેલી વસૂલાત પૈકી ટકાવારી ના ધોરણે અને ગ્રામ્ય વિસ્તારમાં કરેલ સફાઈની માર્ક પદ્ધતિ આધારે પ્રોત્સાહક ગ્રાન્ટ ગ્રામ પંચાયતને આપવામાં આવે છે.

પાટણ જિલ્લામાં વર્ષ 2019-2020માં 475 ગ્રામ પંચાયત પૈકી 97 ગ્રામ પંચાયતોએ સફાઈ વેરાની 50 ટકા કરતા વધુ વસુલાત કરી હોવાથી 97 ગ્રામ પંચાયતોને સ્વચ્છ ગામ યોજના અંતર્ગત કુલ રૂ 1.12 કરોડ ઉપરાંતની ગ્રાન્ટ આપવામાં આવી છે. 378 ગ્રામ પંચાયતોએ સફાઈ વેરા ની 50ટકા વસુલાત કરી ન હોવાથી સ્વચ્છતાની ગ્રાન્ટ કપાઇ છે. સરસ્વતી અને સાંતલપુર તાલુકાની તમામ ગ્રામ પંચાયતોની ગ્રાન્ટ કપાઈ છે.

આટલી ગ્રાન્ટ

તાલુકોગ્રામ પંચાયત
પાટણ16
સિધ્ધપુર25
ચાણસ્મા32
હારિજ3
સમી3
શંખેશ્વર11
રાધનપુર7

ગ્રાન્ટનો સ્વચ્છતા સિવાય ઉપયોગ કરાશે નહીં
ગામડાઓની સફાઈ માટે સ્વચ્છ ગામ સ્વસ્થ ગામ યોજના અંતર્ગત આપવામાં આવેલી રૂ 1.12 કરોડની ગ્રાન્ટનો ગ્રામ પંચાયતો ગામમાં સ્વચ્છતા માટે જ ઉપયોગ કરી શકશે જેમાં સફાઈની પ્રવૃત્તિ સફાઈના સાધનોની ખરીદી ગટર વ્યવસ્થાના કામો અને શૌચાલયની સુવિધામાં વધારો કરવાની કામગીરી કરી શકશે. ગામડા સ્વચ્છ અને સુઘડ બને તે માટે સરકાર દ્વારા સ્વચ્છ ગામ સ્વસ્થ ગામ યોજના અંતર્ગત ગ્રાન્ટ આપવામાં આવે છે ગ્રામ પંચાયત દ્વારા લોકો પાસેથી સફાઈવેરો પણ વસૂલવામાં આવે છે.

ઉપરાંત અનેક પ્રયાસો કરવામાં આવે છે પરંતુ મોટાભાગના ગામોમાં ગ્રામ પંચાયતની નિષ્ક્રિયતા અને લોકોની ઉદાસીનતાના કારણે ગામડાઓમાં કચરો ઉકરડા પાણીનો બગાડ જેવા વિવિધ કારણોસર ગંદકીનું સામ્રાજ્ય ખડકાય છે.અને સરકારનો સ્વચ્છ ગામનો ઉદ્દેશ્ય સાકાર થતું નથી અને સરકારના નાણાં વેડફાઈ જાય છે.

અન્ય સમાચારો પણ છે...