તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ગ્રામ પંચાયતોએ ચાલુ વર્ષમાં 10 કરોડ અને છેલ્લા 23 દિવસમાં 3.92 કરોડ વેરો વસૂલ્યો

પાટણ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • 137 ગામોમાં 50 ટકાથી ઓછી વસૂલાત થતાં તલાટીઓને નોટિસ ફટકારી ખુલાસો પુછ્યો

પાટણ જિલ્લામાં ગ્રામ પંચાયતોએ વર્ષ 2020-21માં કુલ રૂ.19 કરોડના માગણા સામે કુલ રૂ.10 કરોડની વસુલાત કરી છે. માત્ર 23 દિવસમાં ગામડાઓમાંથી ગ્રામ પંચાયતોએ વેરાઓની 3.92 કરોડ ઉપરાંતની વસુલાત કરી છે. ગ્રામ પંચાયતો આર્થિક રીતે મજબૂત બને અને લોકોની પ્રાથમિક જરૂરિયાતો ના કામો કરી શકે તે માટે ગ્રામ પંચાયતો દ્વારા લોકો પાસેથી વિવિધ પ્રકારના પંચાયત વેરા વસૂલવામાં આવે છે. 475 ગામોમાં જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.પારેખના માર્ગદર્શન નીચે વેરાની વસુલાત કરવામાં આવી હતી જેમાં180 ગામોમાં ખાસ ઝુંબેશ ના ભાગરૂપે 4 માચૅ થી કેમ્પ કરવામાં આવ્યા હતા.

આ કેમ્પ વાળા ગામોમાં માત્ર23 દિવસમાં 78.66 લાખ ની વસુલાત કરવામાં આવી છે જ્યારે કેમ્પસ સિવાયના 295 ગામોમાંથી 2.30 કરોડની વસુલાત કરવામાં આવી છે. 475 ગામોમાંથી રૂ 3.92 લાખની વસુલાત કરવામાં આવી છે. આખા વર્ષ દરમિયાન રૂ 19કરોડના માગણા સામે કુલ રૂ10 કરોડની વસુલાત કરવામાં આવી છે.

શ્રેષ્ઠ કામગીરી કરનારનું સન્માન થશે
જીલ્લા પંચાયત પંચાયત શાખાના નાયબ ચીટનીશ સંજયભાઈ ઉપલાણા જણાવ્યું હતું કે દરેક તાલુકામાં સૌથી વધુ વસૂલાત કરનાર 3 તલાટી કમ મંત્રી અને જિલ્લામાં સૌથી વધુ વસુલાત કરનાર ત્રણ તલાટી કમ મંત્રીને જિલ્લા વિકાસ અધિકારી પ્રમાણપત્ર આપી સન્માનિત કરશે.

50 ટકાથી ઓછી વસૂલાત કરતાં તલાટીઓને નોટિસ
પંચાયત શાખાના સૂત્રોએ જણાવ્યું હતું જિલ્લાના 137 ગામમાં હજુ 50 ટકાથી ઓછી વસૂલાત થઈ છે જેમાં કેટલાક ગામો 40 ટકા સુધી પહોંચી ગયા છે ત્યારે આ ગામોમાં રજાના દિવસે પણ વેરા વસુલાત કામગીરી ચાલુ રાખવામાં આવી છે. અને 31 માર્ચ સુધીમાં 50 ટકાથી વધુ વસુલાત કરવા માટે સૂચના આપી છે. આ ગામોના તલાટીઓને નોટિસ આપી ઓછી વસૂલાત કરવા બાબતે ખુલાસો પુછ્યો છે. 31 માર્ચ સુધીમાં સંતોષકારક કામગીરી નહીં થાય તો શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો