તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરીક્ષાનું માળખું જાહેર:સ્નાતક સેમ-6 , અનુસ્નાતક સેમ 4ની ઓનલાઈન પરીક્ષા 28 જૂનથી શરૂ થશે

પાટણ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉ.ગુ. યુનિવર્સિટીએ પરીક્ષાનું માળખું જાહેર કર્યું
  • 25 અને 26 જૂને મોક ટેસ્ટ, 40000 છાત્રો પરીક્ષા આપશે

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા સ્નાતક સેમ 1ની 17 અભ્યાસક્રમની 8 જૂનથી પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. સ્નાતક સેમ 2 અને 4ના છાત્રોને મેરીટ બેઝ પ્રોગ્રેશન અપાતાં તેમની પરીક્ષાઓ લેવામાં આવનાર નથી. જેથી બાકી રહેલા સ્નાતકમાં સેમ 6 અને અનુસ્નાતકમાં સેમ 4ની પરીક્ષા કોરોના મહામારીને લઈ ઓફલાઈન લઈ ન શકતાં ઓનલાઈન લેવાનો યુનિવર્સિટી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.

જે અંતર્ગત પરીક્ષા વિભાગ દ્વારા સોમવારે પરીક્ષાનું માળખું અને તારીખો જાહેર કરી છે. જેમાં સ્નાતકના સેમિસ્ટર 6ની 18 પરીક્ષાઓ અને અનુસ્નાતકમાં સેમ 4 ની 9 પરીક્ષા આગામી 28 જૂનથી ઓનલાઈન લેવામાં આવનાર છે. પરીક્ષા પૂર્વે છાત્રોને ઓનલાઇન પરીક્ષામાં કોઈ મુશ્કેલી ન થાય અને પરીક્ષા પદ્ધતિ અંગે માર્ગદર્શન મેળવે તેમજ સોફ્ટવેરની ચકાસણી માટે બે દિવસના મોક ટેસ્ટ રાખવામાં આવ્યા છે. 25 અને 26 જૂન બે દિવસ છાત્રોના મોક ટેસ્ટ યોજાશે. સ્નાતક અને અનુસ્નાતક મળી કુલ 40 હજાર જેટલા છાત્રોને પરીક્ષા લેવાશે.

અન્ય સમાચારો પણ છે...