તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:1 જુલાઈથી સ્નાતક સેમ-6,અનુસ્નાતક સેમ-4ની પરીક્ષા ઓનલાઈન જ લેવાશે

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સરકારની અંતિમ વર્ષના છાત્રોની ઓફલાઇન પરીક્ષાની જાહેરાત કરી પણ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી તમામ આયોજન પૂર્ણ થયા હોઈ ઓનલાઈન લેશે

રાજ્ય સરકાર દ્વારા અંતિમ વર્ષના છાત્રોની પરીક્ષા ઓફલાઈન લેવામાં આવે તેવી જાહેરાત કરતા યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં છાત્રોની પરીક્ષા ઓનલાઈન શરૂ થઇ જવા પામી હોય છાત્રો મૂંઝવણમાં મુકાયા હતા. પરંતુ યુનિવર્સિટી દ્વારા પરીક્ષામાં વિલંભ થવાની શક્યતાને લઈ શરૂ થયેલ ઓનલાઇન પરીક્ષાના નિર્ણયમાં કોઈ ફેરફાર ના કરી ઓનલાઈન પદ્ધતિથી જ લેવામાં આવશેે તેવો નિર્ણય યથાવત રાખવામાં આવ્યો છે.હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા સ્નાતકમાં અંતિમ વર્ષના સેમ 6 અને અનુસ્નાતકમાં સેમ 4 ની ઓનલાઈન પરીક્ષાઓનો આરંભ કરવામાં આવ્યો છે.

જેમાં 28 અને 29 જૂન બે દિવસ મોક ટેસ્ટ અને ત્યારબાદ 1 જુલાઇથી 50 હજાર જેટલા છાત્રોની ઓનલાઇન પરીક્ષા લેવાનું આયોજન થઈ ગયું છે.ત્યારે મોક ટેસ્ટ પૂર્ણ થયા બાદ સોમવારે સાંજે રાજ્ય સરકાર દ્વારા કોલેજોમાં અંતિમ વર્ષના છાત્રોની પરીક્ષાઓ ઓફલાઈન લેવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવતાં હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના છાત્રો પરીક્ષા ઓનલાઈન કે ઓફલાઈન લેવાશે તે મામલે મૂંઝવણમાં મુકાયા હતા.જેને લઈ મંગળવારે યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા સત્તાવાર પરીક્ષાઓ અંગે ઓનલાઈન ની જાહેરાત કરી મુંઝવણ દૂર કરી હતી.

ઓફલાઇન પરીક્ષા લેવા જઈએ તો છાત્રોનું વર્ષ બગડે એમ છે : પરીક્ષા નિયામક
પરીક્ષા નિયામક મિતુલ દેલિયાએ જણાવ્યું હતું કે ઓનલાઈન પરીક્ષાઓ શરૂ થઈ ગઈ હોય હવે તાત્કાલિક ઓફલાઇન શક્ય નથી. જો ઓનલાઇન રદ કરીને ઓફલાઇન પરીક્ષા લેવામાં આવે તો 1 મહિના જેટલો બીજો સમય તૈયારી માટે આપવો પડે અને સમય વેડફાય તો આ પરીક્ષા ઓગસ્ટમાં લેવાય અને ઓક્ટોબર સપ્ટેમ્બરમાં રિઝલ્ટ જાહેર થાય તો છાત્રોને આગળ ઉચ્ચ અભ્યાસમાં પ્રવેશ લેવામાં મોટી મુશ્કેલી ઉભી થાય અને તેમનું વર્ષ બગડે તેવી સંભાવનાને લઇ ઓનલાઇન પરીક્ષાનો નિર્ણય યથાવત રાખ્યો છે.

અન્ય સમાચારો પણ છે...