તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર ઈન્વેટિગેશન:યુનિવર્સિટી કૌભાંડમાં સરકારે રચેલી તપાસ સમિતિઓ કાગળનો વાઘ!

પાટણએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ઉ.ગુ.યુનિવર્સિટીમાં એમબીબીએસમાં નાપાસ 3 છાત્રોને રીએસેસમેન્ટમાં ગુણ સુધારી આપવાના વધુ એક કૌભાંડમાં તપાસ
 • સરકારે યુનિ.માં ભરતી તેમજ બાંધકામ સહિતના મામલે 6 તપાસ સમિતિઓ તો રચી પણ એકેમાં કાર્યવાહી નહીં

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં છાત્રોને પાસ કરવાનું કૌભાંડ પ્રથમવાર જ બહાર આવ્યું તેમ નથી, અગાઉના વર્ષોમાં પણ રીએસેસમેન્ટમાં ઉત્તરવહીઓ બદલી છાત્રોને પાસ કરવા, ઇન્ટરનલના ખોટી રીતે ગુણ મૂકી પાસ કરવા અને ભરતી પરીક્ષાઓમાં ગેરરીતિને કારણે ભરતી જ રદ કરવાના કલંકિત કિસ્સા પણ બનેલા છે. પરંતુ શરમજનક બાબત છે કે આજ દિન સુધી આ કિસ્સાઓમાં તપાસ કમિટીઓ રચાઈ પણ કસૂરવાર કોઈના નામો જ ન બહાર આવ્યા કે ન કોઈ કાર્યવાહી કરાઈ.

સરકારે પણ યુનિવર્સિટીમાં ભરતી, બાંધકામ કે ઇસીની બેઠકોમાં થતાં ગેરકાયદે ઠરાવો મામલે અત્યાર સુધીમાં સોંપેલી 6 તપાસ સમિતિમાં કંઈ જ બહાર ન આવતાં તપાસ માત્ર કાગળનો વાઘ બનીને રહી ગઇ છે. તટસ્થ કાર્યવાહીના અભાવે યુનિવર્સિટીમાં ભ્રષ્ટાચારની સાથે છાત્રોના ભવિષ્ય સાથે ખિલવાડના કિસ્સા સતત વધી રહ્યા છે.

યુનિવર્સિટીમાં તાજેતરમાં બહાર આવેલ એમબીબીએસમાં નાપાસ 3 છાત્રોને રીએસેસમેન્ટમાં પાસ કરવામાં કુલપતિની સંડોવણી હોવાની આશંકા સાથે હોબાળો મચતાં સરકારે ઉચ્ચ શિક્ષણ કમિશ્નર એમ. નાગરાજનને તપાસ સોંપી છે. પરંતુ છેલ્લા 3-4 વર્ષમાં યુનિવર્સિટી દ્વારા લેવાતી છાત્રોની પરીક્ષા હોય કે ભરતી પરીક્ષા હોય, તેમાં કંઇક ને કંઇક ગેરરીતિની બૂ ઉઠી છે અને ભારે વિવાદ બાદ કુલપતિએ કમિટીઓ બનાવી તપાસ તો સોંપી છે, પરંતુ સમયાંતરે સમગ્ર વિવાદ ઉપર પડદો પાડી દેવામાં આવ્યો છે.

સરકારે આપેલી આ 6 તપાસનો રિપોર્ટ ન તો જાહેર થયો કે ન કોઈ કાર્યવાહી 1 ડૉ. ભટ્ટની સમિતિ : (વર્ષ 2017) આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર સહિત 3 કર્મીઓની નિમણૂંક અંગે. 2 ડૉ. દેસાઈ સમિતિ : (વર્ષ 2017-18) ડૉ. આદેશપાલની પુસ્તક પ્રિન્ટ ખર્ચ તેમજ ફેકલ્ટી ડીન નિમણૂંક. 3 ડૉ. આર.યુ.પુરોહિત સમિતિ : (વર્ષ-2018) યુનિવર્સિટી બાંધકામમાં ગેરરીતિઓ બાબત. 4 ડૉ. આર.યુ પુરોહિત સમિતિ : (વર્ષ-2020) કારોબારી બેઠકમાં 23 જેટલા ગેરકાયદે નિર્ણયના મુદાઓની તપાસ. 5 ડૉ.રાઠોડ, ડૉ. માછી તથા ડૉ.પંડ્યાની સમિતિ : (વર્ષ-2020) જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષામાં ગેરરીતિ. 6 ડૉ.પ્રતાપસિંહ ચૌહાણ તથા પંકજ જાનીની સમિતિ : (વર્ષ-2020) વિવિધ ભ્રષ્ટાચારના 16 મુદ્દાની તપાસ બાબત.

રિપોર્ટ સરકારને કરવાનો હોય છે
યુનિવર્સિટીએ સરકાર દ્વારા નિયત તમામ સમિતિઓને માગેલી વિગતો આપેલી છે. કેટલીક વાર કમિટીઓ યુનિવર્સિટીમાં આવી તપાસ કરી વિષય અનુસંધાને માહિતી લઈ ગઈ છે. રિપોર્ટ અમને નહીં, પરતું સરકારને સોંપવાનો હોય છે અને તેના પર સરકાર નિર્ણય લે છે. અત્યાર સુધીમાં ફક્ત પૂર્વ કુલપતિ ડૉ. બી.એ. પ્રજાપતિને સસ્પેન્ડ કરવા સિવાય અન્ય કોઈ તપાસમાં કાર્યવાહી કરાઈ નથી. તપાસો શરૂ છે કે પૂર્ણ તે સમિતિઓને જ ખબર હશે. > ડી.એમ. પટેલ, રજીસ્ટ્રાર

યુનિવર્સિટીની છાત્રોની પરીક્ષા તેમજ ભરતીની પરીક્ષામાં પણ અગાઉ આચરાયાં છે કૌભાંડ

જાન્યુઆરી, 2019 : ક્લાર્કની પરીક્ષામાં સેનેટ સભ્ય કોપી કરાવતા ફોટો ફરતા થયા
​​​​​​​મામલો શું હતો

28 જાન્યુઆરી, 2019એ જુ.ક્લાર્કની પરીક્ષા શરૂ થતાં જ પેપર બાદ પી.કે. કોટાવાલામાં બ્લોક નં.10માં પરીક્ષા પૂર્ણ થયા બાદ કોઈ ઉમેદવારને સેનેટ સભ્ય કોપી કરાવતા હોવાનો ફોટો વાયરલ થયો. બે સભ્યોની સમિતિની તપાસમાં પેપર વાયરલ થયાનું ખૂલ્યું.

કાર્યવાહી શું થઇ?
ગંભીર ગેરરીતિઓનો રિપોર્ટ આવતાં પરીક્ષા રદ કરાઇ. પરંતુ સેનેટ સભ્ય કોણ હતો, ઉમેદવાર કોણ હતો, પેપર કોણે વાયરલ કર્યું તે કોઈ તથ્ય બહાર આવ્યું ન હતું અને સમગ્ર મામલો દબાઈ ગયો.

પાછળથી લખી શકાય તે માટે પરીક્ષામાં ઉત્તરવહી કોરી મુકતાનો વીડિયો વાયરલ
​​​​​​​પરીક્ષામાં આવડતું હોય એટલું લખી ઉતરવહી કોરી છોડ્યા બાદ રિએસેસમેન્ટમાં લખાવાતું હોવાના આક્ષેપો સાથે પરીક્ષામાં કોઈ છાત્ર દ્વારા ઉત્તરવહી કોરી છોડાઇ હોવાના પુરાવા આપતો એસેસમેન્ટ દરમિયાન કોઈ વિદ્યાર્થી દ્વારા વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરાયો છે. માહિતી મુજબ, આ વીડિયો યુનિવર્સિટીના કેમેસ્ટ્રી વિભાગમાં વર્ષ 2016 -17ની પરીક્ષાનો હોવાનું ચર્ચાય છે. આ વીડિયો મામલે યુનિવર્સિટીના સત્તાધીશો મૌન સેવી મીડિયાથી દૂર રહ્યા હતા.

જૂન-2018 : સમાજકાર્ય વિભાગના વડાએ ઇન્ટરલ ના માર્કસ વધારી પાસ કરી દીધા
​​​​​​​મામલો શું હતો
યુનિ.ના કેમ્પસમાં આવેલ સમાજકાર્ય વિભાગમાં ઓક્ટોબર- ડિસેમ્બર 2018ની ઇન્ટરનલ પરીક્ષામાં આવેલ માર્કસમાં વિભાગના વડા રોશન અગ્રવાલ દ્વારા વધારો કરાયો હતો.

કાર્યવાહી શું થઇ?
આ બાબતે ફક્ત તેમની પાસેથી તાત્કાલિક વિભાગના હેડનો ચાર્જ પડાવી લઇ મામલો રફેદફે કરાયો હતો.

જુલાઈ 2019 : પરીક્ષામાં નાપાસ એમએસસીના 3 છાત્રોને ખોટી રીતે પાસ કરાયા
​​​​​​​મામલો શું હતો

ઓક્ટોબર- ડિસેમ્બર 2018ની પરીક્ષામાં એમએસસી સેમ-3ના એક છાત્રની ઉત્તરવહી બદલી તેમજ અન્ય બે છાત્રોની ઉત્તરવહીમાં ગુણ સુધારો કરાયો. એકમાં 26ના 36 માર્ક્સ, બીજીમાં 27ના 36 માર્કસ કરી પાસ કરાયા હતા.

કાર્યવાહી શું થઇ?
તપાસ સમિતિ તો બની, પરંતુ નિરીક્ષક કે જવાબદાર કોઇ વ્યક્તિ સામે કાર્યવાહી કરાઈ નથી.

જુલાઈ 2019 : એમએસસીની પરીક્ષાની 200 ઉત્તરવહીઓના સ્ટીકર ઉખાડી ફરી લગાવાયાં
​​​​​​​મામલો શું હતો

એમએસસીની માર્ચ જૂનની પરીક્ષાના એસેસમેન્ટમાં 200 જેટલી ઉત્તરવહી પર લગાવેલા સ્ટીકર ઉખાડી ફરી લગાવાયા હોવાનું પરીક્ષા વિભાગના ધ્યાને આવતાં તે પરત સેન્ટરમાં મગાવી તપાસ હાથ ધરી હતી.

કાર્યવાહી શું થઇ?
આ ઉત્તરવહીનું નિરીક્ષકોએ ચેકિંગ જ ના કર્યું. કોણે સ્ટીકર ઉખાડ્યા તે હજુ સુધી બહાર આવ્યું નથી.

નવેમ્બર 2019 : ક્લાર્ક, પીએ ટુ રજિસ્ટ્રાર, ટાઈપિસ્ટની 30 જગ્યાની ભરતી પરીક્ષામાં ગોટાળો
મામલો શું હતો

ઉત્તર ગુજરાત યુનિવસિર્ટીમાં ક્લાર્ક, ટાઈપિસ્ટ, પીએ ટુ રજિસ્ટ્રાર સહિતની 30 જગ્યાઓ માટે યોજાયેલી ભરતી પરીક્ષામાં 11 થી 14 ઉમેદવારોએ આન્સર કી કોરી મૂકી હોવાની ફરિયાદ ઉઠી હતી.

કાર્યવાહી શું થઇ?
|અંતિમ ક્ષણે પરીક્ષામાં કોઈ ગેરરીતિ થઇ નથીના સમિતિના રિપોર્ટ આધારે ભરતી પ્રકિયા પૂર્ણ કરી દેવાઇ હતી.

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો