કામગીરી:સરકારી પ્રાથમિક શાળાઓમાં 549ની ઘટ સામે નવા 164 ઓરડા બનશે

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોના મહામારીના કારણે ટેન્ડર પ્રક્રિયા રદ થતા રી- ટેન્ડર પ્રક્રિયા કરી કામગીરી શરૂ કરાશે

પાટણ જિલ્લા પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ વિભાગ દ્વારા બે યોજનાઓ અંતર્ગત 164 ઓરડા મંજુર કરવામાં આવ્યા છે.ઓરડા બનાવવા માટે અગાઉ થયેલા ટેન્ડર કોરોના મહામારીમાં રદ થયેલા હોય ફરી રી - ટેન્ડર કરાનાર છે.ટેન્ડર પ્રકિયા પૂર્ણ થતાં ઓરડા બનાવાની કામગીરી શરૂ કરાશે.

જિલ્લામાં પ્રાથમિક શાળાઓમાં નવીન ઓરડા માટે ગ્રાન્ટની દરખાસ્ત કરી હતી.જે અંતર્ગત 2019 -20 અને વર્ષ 2020 -21 માં એસ.એસ.સી તેમજ કેન્દ્રની નાબાર્ડ યોજના અંતર્ગત શાળાઓમાં કુલ 164 નવીન ઓરડાઓ મંજૂરી કરવ્યા છે.આ ઓરડા ઝડપથી બને તે માટે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા ટેન્ડર પ્રક્રિયા કરવાની કાર્યવાહી શરૂ કરી છે.ટેન્ડર પ્રકિયા પૂર્ણ થતાં શાળાઓમાં નવીન ઓરડા બનાવવાની કામગીરી શરૂ થશે.નવીન ઓરડાઓ બનતા બાળકોને બેસવા માટે પડતી મુશ્કેલીઓ દૂર થતાં યોગ્ય રીતે શિક્ષણકાર્ય કરી શકશે.

વધુ ઓરડા માટે દરખાસ્ત કરાઈ
પ્રાથમિક શિક્ષણાધિકારી બીપીન પટેલે જણાવ્યું હતું કે પાટણ જિલ્લામાં કુલ 549 ઓરડાઓની શાળાઓમાં ઘટ છે. જેની શિક્ષણ વિભાગમાં દરખાસ્ત કરાઈ હતી. હાલમાં 164 જેટલા ઓરડાઓ મંજૂર કરવામાં આવ્યા છે. જે બનાવવા માટે કાર્યવાહી શરૂ કરાઇ છે.વધુ ઓરડાઓની જરૂયાત હોય મંજુર કરવા માટે શિક્ષણ વિભાગમાં માગણી કરાયેલ છે.

અન્ય સમાચારો પણ છે...