ભાસ્કર વિશ્લેષણ:પાટણ જિલ્લામાં સ્વર્ણ સમાજે શૈક્ષણિક લાભ કરતાં સરકારી લાભો માટે 50 ટકા વધુથી સર્ટિફિકેટ લીધાં

પાટણએક મહિનો પહેલાલેખક: તેજસ રાવળ
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • સરકારે સ્વર્ણ સમાજને આપેલ અનામતનો શિક્ષણ કરતાં આર્થિક લાભ માટે વધુ ઉપયોગ

2018-19માં પાટીદાર અનામત આંદોલન બાદ સ્વર્ણ સમાજના વિદ્યાર્થીઓ તેમજ લોકોને શૈક્ષણિક અને સરકારી યોજનામાં 10 અનામતનો લાભ આપવાની જોગવાઈ બાદ શિક્ષણ અને સરકારી લાભો માટે વિદ્યાર્થીઓ તેમજ અરજદારો દ્વારા શિક્ષણ માટે EWS અને યોજનાના લાભ માટે EBCના સર્ટી સમાજ કલ્યાણ કચેરીમાંથી કઢાવવાના શરૂ કર્યા છે જેમાં છેલ્લા 4 વર્ષના આંકડાનું દિવ્ય ભાસ્કર દ્વારા વિશ્લેષણ કરતા સ્વર્ણ સમાજ દ્વારા શિક્ષણ કરતાં યોજનાના લાભ લેવા માટે 50 ટકા વધુ સર્ટી ઇસ્યુ થયા હોવાનું તારણ જોવા મળ્યું છે.

પાટણ જિલ્લા સમાજ કલ્યાણ વિભાગમાં સ્વર્ણ સમાજના લોકો 10% અનામતનો લાભ લેવા માટે EWS અને EBC બન્ને સર્ટિ લઈ રહ્યાં છે. જેમાં શિક્ષણમાં લાભ માટે EWS વર્ષ એપ્રિલ 2019થી મે 2022 સુધીમાં ફકત 737 સર્ટિ નીકળ્યાં છે. યોજનામાં લાભ લેવા માટે EBC વર્ષ જુન 2018થી મે 2022 સુધીમાં 1488 સર્ટિ ઇસ્યુ કર્યાં છે. જેમાં છેલ્લા બે વર્ષમાં બન્ને સર્ટિ કઢાવનાર અરજદારોની સંખ્યામાં 50 ટકા કરતા પણ વધુ ઘટાડો થયો છે. સરકારી કચેરીમાંથી અનામત માટે ઇશ્યૂ કરેેલા છબીઓ જોતા સ્વર્ણ સમાજના લોકો શિક્ષણ કરતાં સરકારી યોજનાના લાભ માટે અનામતનો વધુ ઉપયોગ કરે છેે.

શિક્ષણમાં EWSના લાભ માટે નીકળેલ સર્ટિ
4/2/19થી 31/3/19 174 સર્ટિ
1/4/19થી 31/3/20 386 સર્ટિ
1/4/20થી 3/3/21 83 સર્ટિ
1/4/21થી 31/3/22 81 સર્ટિ
1/4/22થી 31/5/22 13 સર્ટિ
કુલ -737

સરકારની યોજનાના લાભ માટે નીકળેલા EBC સર્ટી
1/6/18થી 31/3/19 674 સર્ટિ
1/4/19થી 3/3/20 412 સર્ટિ
1/4/20થી 31/3/21 223 સર્ટિ
1/4/21થી 31/3/22 161 સર્ટિ
1/4/22થી 31/5/22 13 સર્ટિ
કુલ સર્ટિ - 1488

આર્થિક રાહત માટે EBC સર્ટિ )વધુ ઉપયોગ : એક્સપર્ટ
તજજ્ઞ. ડૉ. દિલીપ પટેલે જણાવ્યું હતું કે શિક્ષણમાં સ્વર્ણ સમાજના લોકો લાભ લે છે પરંતુ તેનાથી વધુ સુવર્ણ સમાજના લોકો અનામતનો સરકારી યોજનામાં વધુ લાભ લઇ રહ્યા છે. જેમાં બિન અનામત આયોગ દ્વારા રોજગાર લક્ષી વાહન ખરીદી માં લોનમાં સબસીડી , નાના ઉદ્યોગો માટે લોન , વિદેશમાં જવા કે શિક્ષણ માટેની લોનમાં EBC સર્ટિ મારફતે સહાય તેમજ સબસીડી મારફતે આર્થિક રાહત મળતી હોય સ્વર્ણ સમાજનાં લોકો યોજનામાં સર્ટિનો વધું ઉપયોગ કરી રહ્યાં છે. જેના કારણે શિક્ષણ કરતાં સરકારી યોજનાના લાભ માટે ના સર્ટી વધુ ઇસ્યુ થતાં હોઈ શકે છે.

EWSનું ભરતીમાં 3 થી 10 ટકા જનરલ કરતા નીચું મેરીટ, ફીમાં રાહત થાય છે : ઉમેદવાર
વિદ્યાર્થી વિજય પંડિતે જણાવ્યું હતું કે સરકારે આપેલ 10 ટકા અનામત EWS નો ભરતીમાં લાભ થાય છે. મેરીટમાં 3 થી 10 ગુણ જનરલ કરતાં નીચું હોય છે. ઉપરાંત સ્પેશયલ કોટામાં જગ્યાઓ ફળવાય છે. જેથી મહેનતુ ઉમેદવારને તક મળી રહે છે. ભરતી ફોર્મ ફી માં OBC સમાન જ ફી હોય રાહત થાય છે. પરંતુ સર્ટી કઢાવવા માટે પ્રોસેસિંગ લાંબી વિદ્યાર્થીઓ ખૂબ ઓછા પ્રમાણમાં તેનો લાભ લે છે.

અન્ય સમાચારો પણ છે...