પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા આગામી 27મી મે શુક્રવારના રોજ કન્વેન્શન હોલ ખાતે યોજાનાર ગોલ્ડમેડલ વિતરણ સમારોહ કાર્યક્રમ તેમજયુનિવર્સિટી દ્વારા છેલ્લા અઢી વર્ષમાં કરવામાં આવેલી વિવિધ કામગીરીની માહિતીથી અવગત કરવા પત્રકાર પરીષદ યોજાઇ હતી.
પાટણ યુનિવર્સિટી દ્વારા વર્ષ 2018-19માં વિવિધ વિધાશાખામાં ઉત્કૃષ્ટ પરીણામ મેળવનાર 25થી વધુ વિદ્યાર્થીનીઓ મળી કુલ 38 જેટલા વિદ્યાર્થીઓને રાજ્યપાલના હસ્તે ગોલ્ડમેડલ આપી સન્માનીત કરવામાં આવશે. જે અનુસંધાને 27મી મેના રોજ કન્વેન્શન હોલ ખાતે ગોલ્ડમેડલ વિતરણ સમારોહ કાર્યક્રમ યોજાશે. જે સંદર્ભે પત્રકારોને માહિતી આપવા રજીસ્ટારના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં પત્રકારોને માહિતી આપતા તેઓએ જણાવ્યું હતું કે, ગોલ્ડ સેરેમની સમારોહમાં સ્વામીનારાયણના જ્ઞાન વત્સલ સ્વામી અને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના પતિ મફતલાલ પટેલને રાજયપાલના હસ્તે ડી.લીટની પદવી એનાયત કરવામાં આવશે.
આ બેઠકમાં યુનિવર્સિટી દ્વારા છેલ્લા અઢી વર્ષના સમયગાળા દરમિયાન યુનિવર્સિટીએ કરેલી કામગીરી તેમજ ભવિષ્યમાં તેનું શું આયોજન છે, તે અંગેની રજીસ્ટાર દ્વારા પત્રકારોને રુપરેખા આપવામાં આવી હતી. જેમાં યુનિવર્સિટી દ્વારા નાણાકીય બાબતમાં પારદર્શિતા, વહીવટી સંચાલન, ઇન્ટરનેશનલ સ્ટુડન્ટને પ્રવેશ તાનારીરી કોલેજની મંજુરી, યુનિવર્સિટીના જમીન સંપાદનના ખોરંભે ચડેલ પ્રશ્નનું નિરાકરણ, એનસીસી બટાલીયનની શરુઆત, ઓક્સિજન પ્લાન્ટ, વડાવલી સેન્ટરમાં કેમેસ્ટ્રી અભ્યાસક્રમની શરુઆત તેમજ અઢી વર્ષના સમયગાળામાં યુનિવર્સિટીના પરીક્ષા વિભાગ દ્વારા 1630 પરીક્ષાઓ લેવામાં આવી છે, તે સહિતની વિવિધ કામગીરી વિશે રજીસ્ટારે માહિતી આપી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.