રજૂઆત:મતદાનના બીજા દિવસે ચૂંટણીમાં જોડાયેલાં શિક્ષકોને રજા આપો

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ચૂંટણી અધિકારીને રજૂઆત કરાઈ

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી ફરજમાં જોડાયેલા રાજ્યના શિક્ષક તથા કર્મચારીઓને મતદાનના બીજા ઓન ડ્યુટી ગણી બીજા દિવસે રજા આપવા તેમજ ચૂંટણી દરમિયાન રવિવાર જાહેર રજા તથા વેકેશનના દિવસોની ચૂંટણી ફરજ તાલીમ દિવસની રૂપાંતરીત રજા આપવામાં આવે તેવી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા મુખ્ય ચૂંટણી અધિકારીને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે.વિધાનસભાની ચૂંટણીમાં 1 ડિસેમ્બર તેમજ 5 ડિસેમ્બરના રોજ બે તબક્કામાં મતદાન થનાર હોય બંને દિવસ બાદ પછીના દિવસ કામકાજ ચાલુ દિવસ છે.

મતદાનની કામગીરી પૂર્ણ થયા બાદ મોડી રાત્રે છૂટા થઈ શિક્ષકો તથા કર્મચારીઓને વહેલી સવારે પોતાના ઘરે પરત ફરતા હોય ચૂંટણીના બીજા દિવસે શાળામાં પહોંચી શકતા નથી. આ બાબતને ધ્યાનમાં રાખી બંને મતદાનના દિવસ બાદ રજા તેમજ ફરજ પર રોકાયેલા શિક્ષક તથા કર્મચારીઓને ઓન ડ્યુટી ગણી તદુપરાંત ચૂંટણીને લક્ષીને તાલીમ અને અન્ય કામગીરી દરમિયાન જાહેર રજા , રવિવાર તથા વેકેશનના સમયગાળા દરમિયાન દિવસ હોય તેને અનુરૂપ વળતર તથા રૂપાંતરિત રજા આપવા યોગ્ય પરિપત્ર કરવામાં આવે તેવી ગાંધીનગર મુખ્ય ચૂંટણી અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...