વિતરણ:પાટણમાં ધનતેરસ નિમિત્તે જાયન્ટ ગ્રુપે બાળકોને મીઠાઈ સહિતની વસ્તુનું વિતરણ કર્યું

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાળકોને મિઠાઈ ઉપરાંત ફરસાણ, કામરણપટ્ટા, હાથની ઘડિયાળ, પાકીટ, હાથરૂમાલ, માસ્કનું વિતરણ

દિવાળી તહેવારની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે આજે મંગળવારે ધનતેરસ નિમિત્તે પાટણમાં જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશન દ્વારા ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, સમાજ સુરક્ષા ખાતું, જાલેશ્વર પાલડી ખાતે કાળજી અને સુરક્ષા માટે ચિલ્ડ્રન હોમમાં રહેતા તમામ બાળકોને દાતા સ્વ નાગજીભાઈ જગન્નાથભાઈ જોશી હસ્તે તેજશભાઈ જોશીના સહયોગથી મીઠાઈ સહિતની વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું છે.

જાયન્સ ગ્રુપ દ્વારા બાળકોને મિઠાઈ ઉપરાંત ફરસાણ, કામરણપટ્ટા, હાથની ઘડિયાળ, પાકીટ, હાથરૂમાલ, માસ્ક,ચિલ્ડ્રન હોમના સુપરિટેન્ડ તુષારભાઈ પ્રજાપતિ, ચિલ્ડ્રન વેલ્ફેર કમિટીના ચેરમેન રમેશ ઠક્કર, કમિટી સભ્યો યોગીનીબેન વ્યાસ, સુષ્મા બેન રાવલ, પીનલ પટેલ પૃથ્વીસિંહ ઠાકોર અને સ્ટાફગણનની હાજરીમાં વિતરણ કરીને સેવાનો લાભ લીધો હતો. પ્રોજેક્ટમાં પ્રમુખ નટવર દરજી, મંત્રી પ્રહલાદ એન પટેલ અને સક્રિય સભ્ય ભાવેશ જે મોદીએ હાજરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...