અભ્યાસ કીટનું વિતરણ:પાટણના માંડોત્રી ગામની શાળામાં જાયન્ટ ગ્રુપે વિદ્યાર્થીઓને અભ્યાસની કીટનું વિતરણ કર્યું

પાટણ25 દિવસ પહેલા
  • કૉપી લિંક

જાયન્ટ્સ પીપલસ ફાઉન્ડેશન અંતર્ગત ગુજરાતના તમામ ગ્રૂપોમાં સેવા સપ્તાહની ઉજવણી થઈ રહી છે જેમાં જાયન્ટ્સ પાટણ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે દાતા પ્રહલાદભાઈ પટેલના સહયોગથી માંડોત્રી ગામની પરા વિસ્તારની બક્ષીપંચના વિદ્યાર્થીઓની મધુરીપૂર પ્રાથમિક શાળાના તમામ બાળકોને સ્કૂલબેગ, નોટબુક પેન્સિલ, કલર પેન્સિલ ફુટ પટી રબર જેવી અભ્યાસ ને લગતી સામગ્રીની કીટનું વિતરણ કર્યુ હતું.

શૈક્ષણિક કીટનું વિતરણ
ખારી વાવડી ગામ બાજુની ફુલેશના ગામની ફુલેશના પ્રાથમિક શાળાના તમામ બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરી બે પ્રોજેકટ પૂર્ણ કર્યો હતો. પ્રોજેકટમાં પ્રમુખ નટવરભાઈ દરજી, મંત્રી પ્રહલાદ પટેલ, દાતા અને સભ્ય પ્રહલાદભાઈ પટેલ, મધુરીપૂરા પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ ઊર્મિલાબેન પટેલ શિક્ષક કિરણબેન ફૂલેષણ પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ હિરલબેન ગોસ્વામી, સી આર સી,જગદીશભાઈ ,અને ગામના આગેવાન મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...