સ્વેટરોનું દાન:પાટણના જાયન્ટ્સ પરિવારે દાતાઓના સહયોગથી સુર્યાનગર શાળાના 250 બાળકોને સ્વેટર વિતરણ કર્યુ

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દાતા પરિવારનો જાયન્ટ્સ પરિવાર દ્વારા આભાર વ્યક્ત કરાયો

માનવ સેવા એજ પ્રભુ સેવા અંતગર્ત જાયન્ટ્સ પાટણ પરિવાર દ્વારા ગઈકાલે મંગળવારના રોજ શહેરના સૂર્યાનગર પ્રાથમિક શાળાના 250 વિદ્યાર્થીઓને સ્વેટરોનું વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રોજેક્ટ નં-8ને અનુલક્ષીને જાયન્ટ્સ પાટણ અને કેશવ માધવ મૂર્તિ કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે દાતાઓના સહયોગથી આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.

આ સેવાકીય પ્રોજેક્ટના દાતા શંકરભાઇ.વી.પટેલના સહયોગથી સૂર્યાનગર પ્રાથમિક શાળાના ધોરણ 1થી 8માં અભ્યાસ કરતા તમામ 250 વિદ્યાર્થીઓને રૂ. 53 હજારના દાનથી સારી ક્વોલિટીના 250 સ્વેટરોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવા પ્રોજેક્ટના માર્ગદર્શક એડવોકેટ હિતેશભાઈ ઠક્કર દ્વારા પ્રેરણા પૂરી પાડી બાળકોને સ્વેટર આપવાનું કાર્ય કર્યું હોવાનું જાયન્ટ્સ પરિવારે જણાવ્યું હતું. તેમજ એડવોકેટ હિતેશભાઈ ઠક્કર અને દાતા શંકરભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ સેવા પ્રોજેક્ટમાં દાતા શંકરભાઇ વી પટેલ, આરએસએસ નગર સંઘ ચાલક નિરંજનભાઈ પટેલ, પ્રોજેક્ટ ચેરમેન હિતેશભાઈ ઠક્કર, જાયન્ટ્સ પાટણ પ્રમુખ નટવરભાઈ વી દરજી, મંત્રી પ્રહલાદભાઈ પટેલ, સ્કૂલ પ્રિન્સિપાલ અનિતાબેન, મેહુલભાઈ અને સ્ટાફગણે ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી હતી.

અન્ય સમાચારો પણ છે...