• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Ghanaian Student Gets Admission In Hemchandracharya North Gujarat University, Patan Under ICCR Program Of Government Of India

વિદેશી વિદ્યાર્થીઓ:ભારત સરકારના ICCR પ્રોગ્રામ અંતર્ગત ઘાનાના વિદ્યાર્થીએ પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોમ્પ્યુટર વિભાગમાં PHDનો અભ્યાસ કરશે કુલપતિ, રજિસ્ટ્રાર તેમજ શૈક્ષણિક સ્ટાફ દ્વારા વિદ્યાર્થીનું સ્વાગત કરાયું

ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ કલ્ચરલ દ્વારા ઇન્ટરનેશનલ કાઉન્સિલ ફોર કલ્ચરલ રીલેશન (ICCR) દ્વારા UGC દ્વારા માન્ય ભારતની તમામ યુનિવર્સિટીઓમાં વિદેશથી આવતા વિદ્યાર્થીઓને તેમની રૂચિ મુજબના અભ્યાસક્રમમાં પ્રવેશ આપવાની જોગવાઈ કરવામાં આવી છે. આ અંતર્ગત ગુજરાતની વિવિધ યુનિવર્સિટી પૈકી પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં પણ ચાર વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. જે પૈકી આજે એક વિદ્યાર્થી આજે પશ્ચિમ આફ્રિકાના ઘાના ખાતેથી પાટણ યુનિવર્સિટી ખાતે આવી પહોચ્યા હતા. આ વિદ્યાર્થિને યુનિવર્સિટીના કુલપતિ જે જે વોરા અને રજીસ્ટાર ડી. એમ પટેલ સહીત શૈક્ષણિક સ્ટાફે તેનું સ્વાગત કરી યુનિવર્સીટી અંગેની શૈક્ષણિક સુવિધાઓ વિષે માહિતી આપી હતી.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો. જે જે વોરાએ જણાવ્યું હતું કે, ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા ચાલતા ICCR દ્વારા દેશભરની યુનિવર્સિટીઓમાં આ પહેલ થઇ ચુકી છે. જે અંતર્ગત પાટણ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં પણ ચાર જેટલા વિદેશી વિદ્યાર્થીઓ ભણવા આવશે. સરકારની આ પોલિસીથી વિવિધ દેશની સંસ્કૃતિની સાથે સાથે શૈક્ષણિક આદાનપ્રદાન વધશે જેનાથી ભારતના સંબધો મજબુત બનશે.

પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ પણ ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલયની આ પોલીસી મુજબ ગત મહીને સેન્ટર ફોર ઇન્ટરનેશનલ કો- ઓપરેશન ની શરૂઆત કરી હોવાનું કો- ઓર્ડીનેટર નિશીથભાઈ ધારૈયાએ જણાવ્યું હતું, વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, આ યોજના અંતરગત પાટણ યુનીવર્સીટી ખાતે વિવિધ દેશોના ચાર વિધાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે. જે પૈકી આજે પ્રથમ વિદ્યાર્થી સુલે મોહમ્મદએ યુનિવર્સિટી કેમ્પસમાં આવેલા કોમ્પ્યુટર વિભાગમાં PHD માટે પ્રવેશ મેળવ્યો છે. અને તેઓ આ વિભાગના ડો. ભાવેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તેમનું રીસર્ચ કામ કરશે. આ સિવાય નેપાળમાંથી સંજય યાદવે MBA અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવ્યો છે. તો અફઘાનિસ્તાન ખાતેથી નબીલ રહીમી અને સાહબ સરીફીએ પણ MCA અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવ્યો છે. આમ પાટણ યુનીવર્સીટીમાં કુલ ચાર વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે.

આ પ્રોગ્રામ અંતર્ગત પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને અભ્યાસ, તેમની રહેવાની હોસ્ટેલ ફી તેમજ શૈક્ષણિક ખર્ચ ફેલોશીપ સ્વરૂપે ભારત સરકારનું સાંસ્કૃતિક મંત્રાલય ICCR સ્કીમ મુજબ આપશે. આ માટે યુનીવર્સીટીમાં ઇન્ટરનેશનલ કક્ષાની સુવિધા ધરાવતી હોસ્ટેલ પણ બનાવાશે.

યુનીવર્સીટીમાં શૈક્ષણિક વાતાવરણ પણ ઇન્ટરનેશનલ કક્ષાનું રહેશે. ઉલ્લેખનીય છે કે, મોદી સરકાર દ્વારા ભારતને ફરી વિશ્વગુરુ બનાવવાની દિશામાં કામગીરી થઇ રહી છે. પ્રાચીન ભારતમાં નાલંદા, તક્ષશિલા, વલ્લભી જેવી વૈશ્વિક હરોળની શ્રેષ્ઠતમ શિક્ષણ આપતી વિશ્વ વિદ્યાલયો હતી. જેમાં હજારો વિદેશી વિદ્યાર્થીઓ પણ વિવિધ વિધાશાખાનું જ્ઞાન ઉપાર્જન કરતા હતા. ત્યારે સરકારનું આ પગલું પણ ભારતની વૈશ્વિક ઓળખને વધુ સુદ્રઢ બનાવશે. ભારતની “વસુધૈવ્ય કુટુમ્બકમ” ની ભાવનાને ગતિ આપશે.

અન્ય સમાચારો પણ છે...