તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:જીયો ફ્રેશ કંપનીના ગોડાઉનમાંથી જણસીની ચોરીના પાંચ આરોપીને ઝડપી પાડ્યા

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કંપનીના કર્મચારીઓએ ચોરો સાથે મળીને ચોરી કરવી
  • સીસી ટીવી ફૂટેજ અને બાતમીના આધારે આરોપી ઝડપાયા

પાટણ સિદ્ધપુર જીઆઇડીસીમાં આવેલ જીયો ફ્રેશ કંપનીના ગોડાઉનમાંથી અઢી માસના સમયગાળામાં જીરૂ અને સરસવ મળી કુલ 9,82,500 રૂપિયાનો જથ્થો કોઈ શખ્સો ચોરી કરી ગયા હોવાનું કંપનીના ધ્યાને આવતાં સિદ્ધપુર પોલીસ મથકમાં આ મામલે કંપનીના એચ.આર. મેનેજરે ફરિયાદ નોંધાવતાં સિદ્ધપુર પોલીસે ગોડાઉન આસપાસના સીસીટીવી ફૂટેજ, બાતમી અને પ્રયુકિતને આધારે પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલ્યો છે.

અને ચોરીમાં સંડોવાયેલા જીયો ફેરા કંપનીના બે કર્મચારીઓ અને તેમના અન્ય સાથીઓ મળી કુલ પાંચ આરોપીઓને ઝડપી 6,15,000 રૂપિયાની જણાસીનો મુદ્દામાલ રિકવર કરી ચોરોને જેલ હવાલે કર્યા છે.

એચ.આર મેનેજરે ચોરીની ફરિયાદ નોંધાવી હતી

ખળી ચાર રસ્તા નજીક આવેલી જીયો ફ્રેશ કંપનીના એચ.આર. મેનેજર જય સુરેશભાઈ જોષીને નોંધાવેલી ફરિયાદ મુજબ તેમની કંપનીના સ્ટોકમાં જણસીની ચોરી થઈ હોવાની વિગતો સામે આવી હતી. જેમાં રૂપિયા 1,57,500 મળી કુલ 9,82,500 રૂપિયાનો મુદ્દામાલ ચોરાયો હતો.

ગણતરીના કલાકોમાં આરોપીઓ જેલભેગા કરી દેવાયા

ફરિયાદ નોંધાતા સિદ્ધપુરના પીઆઇ ચિરાગ ગોસાઈએ ઉચ્ચ પોલીસ અધિકારીઓનું ધ્યાન દોર્યું હતુ. જેમાં અલગ અલગ ટીમો બનાવી ગોડાઉનના આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા. અને સર્વેલન્સ મારફતે એક મહેસાણાના પાસિંગની કાર શંકાસ્પદ લાગતાં તેની માહિતી મેળવી હતી.

અને વધુ બાતમીઓ મેળવતાં જીયો ફ્રેશ કંપનીના બે કર્મચારીઓ ચોરી કરાવતાનું ખૂલતાં તેમની સઘન પૂછપરછ કરતાં તેઓએ પોતાના સાથીદારોના નામ કબુલી લેતાં પોલીસે તેમને પણ દબોચી લીધા હતા. અને ટેસ્ટ કરાવ્યા બાદ તેમની ધરપકડ કરી તેમને જેલ હવાલે કરી દીધા છે.

અન્ય સમાચારો પણ છે...