• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • General Elections Of 177 Gram Panchayats And By elections Of 29 Gram Panchayats Will Be Held In Patan. Expenditure Limit Has Been Fixed For The Candidate.

ગ્રામ પંચાયતની ચૂંટણી:પાટણમાં 177 ગ્રામ પંચાયતની સામાન્ય અને 29 ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી યોજાશે, ઉમેદવાર માટે ખર્ચની મર્યાદા નક્કી કરવામાં આવી

પાટણ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સરપંચની ચૂંટણીના ઉમેદવાર માટે રૂપિયા 15 હજારથી 45 હજાર સુધીની ખર્ચની મર્યાદા નક્કી કરાઈ ગ્રામ પંચાયતમાં વોર્ડની સંખ્યા પ્રમાણે ઉમેદવાર માટે ખર્ચની મર્યાદા નક્કી કરાઈ

ગ્રામ પંચાયતની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. 19 ડિસેમ્બરે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવવાની છે. ત્યારે ચૂંટણી આયોગ દ્વારા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચના ઉમેદવાર માટે ખર્ચની મર્યાદા નક્કી કરવામાં આવી છે. જેમાં ગ્રામ પંચાયતમાં વોર્ડની સંખ્યા પ્રમાણે સરપંચની ચૂંટણીના ઉમેદવાર માટે રૂપિયા 15 હજારથી 45 હજાર સુધીની ખર્ચની મર્યાદા નક્કી કરવામાં આવી છે. રાજ્ય ચૂંટણી આયોગના કમિશ્નર સંજય પ્રસાદ દ્વારા વીડિયો કોન્ફરન્સથી દરેક જિલ્લાઓ સાથે ચૂંટણીની પ્રક્રિયાની કામગીરી સમીક્ષાા કરવામાં આવી હતી. જેમાં પાટણ જિલ્લામાં સમયમર્યાદામાં કામગીરી ચાાલી રહી છે.

23 થી વધુ વોર્ડની ગ્રામપંચાયતમાં ઉમેદવાર માટે 45 હજારનો ખર્ચ મર્યાદા

પાટણ જિલ્લામાં 19 ડિસેમ્બરે 177 ગ્રામ પંચાયતની સામાન્ય અને 29 ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી યોજાવવાની છે. આ ચૂંટણી માટે તંત્ર દ્વારા પૂર્વ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચની ચૂંટણીના ઉમેદવાર માટે ચૂંટણી આયોગ દ્વારા ખર્ચ મર્યાદા નક્કી કરવામાં આવી છે. જેમાં 12 વોર્ડ સુધીની ગ્રામ પંચાયતમાં સરપંચના ઉમેદવાર માટે રૂપિયા 15 હજાર, તેમજ 13 થી 22 વોર્ડ સુધીની ગ્રામ પંચાયતમાં સરપંચની ચૂંટણીના ઉમેદવાર માટે રૂપિયા 30 હજાર અને 23 વોર્ડની તેમજ 23 થી વધુ વોર્ડની ગ્રામ પંચાયતની સરપંચની ચૂંટણીના ઉમેદવાર માટે રૂપિયા 45 હજાર સુધીનો ખર્ચ કરવા માટેની મર્યાદા નક્કી કરવામાં આવી છે.

પરિણામો બાદ 30 દિવસમાં ખર્ચના હિસાબો આપવામાં

આ અંગે નિવાસી અધિક કલેક્ટર એન.ડી પરમારે જણાવ્યું હતું કે, ચૂંટણી આયોગ દ્વારા સરપંચના ઉમેદવાર માટે ખર્ચની મર્યાદા નક્કી કરવામાં આવી છે. વોર્ડના ઉમેદવાર માટે નથી. પરિણામ જાહેર થયાના 30 દિવસમાં ખર્ચના હિસાબો ચૂંટણી અધિકારીને રજૂ કરવાના રહેશે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા નક્કી કરવામાં આવેલા રજીસ્ટરમાં હિસાબો નિભાવવાના રહેશે. તેમજ સોગંદનામાની સાથે વાઉચરની નકલો સાથે ચૂંટણી અધિકારીને હિસાબો રજૂ કરવાના રહેશે.

અન્ય સમાચારો પણ છે...