તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:પાટણમાં આજથી ધોળા હાથી ગણાતા જીસીવીનો ઉપયોગ શરુ, પાંચ વર્ષથી ધુળ ખાતા 40 લાખનાં કોમ્પ્રેસ ગાર્બેજ વ્હિકલને આખરે કાર્યાન્વિત કરાયું

પાટણ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ વ્હિકલથી 40 ટન કચરો કોમ્પ્રેસ થઇ બે ફેરામાં જ નિકાલ થશે
  • નાનાં વાહનોનાં 75 ફેરાનાં બદલે માત્ર 2 જ ફેરામાં કામ થતાં સમય અને નાણાંનો બચાવ

પાટણ શહેરમાંથી રોજેરોજ નિકળતો 10 ટન ઘન કચરાનો માખણિરામાં નિકાલ કરતાં 75 થી 80 જેટલા વાહનોમાં ભરવામાં આવતો હતો. કચરો આજથી કોમ્પ્રેસ કરીને ફકત બે જ ફેરામાં માખણિયામાં ડમ્પ કરવાની યોજનાનો આજથી પાટણ નગરપાલિકામાં પ્રારંભ થયો છે. કચરાને કોમ્પ્રેસ કરવા માટે વસાવાયેલા રાક્ષસી મશીનનો ઉપયોગ હવે પાંચ વર્ષ બાદ શક્ય બન્યો છે. અને નાનાં વાહનોમાંથી કચરો કોમ્પ્રેસ કરવા માટેનું વાહન અને નાના વાહનો ઉભા રહી શકે તે માટે ખાસ રેમ્પ પણ નગરપાલિકાનાં કેમ્પસમાં બનાવાયો છે.

મશીન સરકારે પાંચ વર્ષ પૂર્વે રૂ.40 લાખનાં ખર્ચે આપ્યું હતું
પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું છે કે, પાટણ નગરપાલિકાએ પાંચ વર્ષ પૂર્વ રૂ. 40 લાખનાં ખર્ચે કોમ્પ્રેસ ગાર્બેજ વ્હિકલ ( જીસીવ ) વસાવાયું હતું. જે અત્યાર સુધી આયોજનના અભાવે પડી રહ્યું હતું. પરંતુ આજથી આ ધોળા હાથી ગણાતા જીસીવીનો ઉપયોગ શરુ કર્યો છે. પાટણ શહેરમાંથી રોજ રોજ નિકળતાં 40 ટન ઘન કચરાનો ડોર ટુ ડોર કચરો ઉઘરાવીને તેને પાટણનાં માખણિયામાં કમ્પિંગ સાઈટ ખાતે લઈ જતા હતા. તેમનાં રોજનાં 50 ઉપરાંત ફેરા થતા હતા. જેનાં કારણે ખર્ચ વધી જતો હતો. તથા વાહનોનો મેન્ટેનનન્સ ખર્ચ વધી જતો હતો. આ સીજીવી મશીનથી એક સ્થળે નાનાં વાહનો બોલાવીને તેમનો કોમ્પ્રેસ કચરો હાઇડ્રોલીક સિસ્ટમથી કોમ્પ્રેસ કરી શકે તેવું મશીન સરકારે પાંચ વર્ષ પૂર્વે રૂ.40 લાખનાં ખર્ચે આપ્યું હતું. જે અત્યાર સુધી બંધ હતું.

બે જ ફેરા કરીને સમગ્ર કચરો માખણીયામાં ડમ્પ થઈ રહ્યો છે
પાટણ પાલિકાની પાછળના ભાગે જ કચરાનું સ્ટેન્ડ અને રેમ્પ બનાવી દેવાયો છે. ત્યાં તમામ વોર્ડમાંથી આવતાં કચરાનાં વાહનો સીધા જ આ મશીનમાં ઠાલવે છે. અને હાઇડ્રોલિક સિસ્ટમથી કચરાને ઠાંસી ઠાંસીને દબાવીને કોમ્પ્રેસ કરી દે છે. આવા માત્ર બે જ ફેરા કરીને સમગ્ર કચરો માખણીયામાં ડમ્પ થઈ રહ્યો છે. આ વ્યવસ્થાનાં કારણે તમામ નાનાં વાહનોનાં 75 ફેરાનાં બદલે માત્ર 2 જ ફેરામાં કામ થતાં સમય અને નાણાંનો બચાવ થઇ રહ્યો છે. વળી ચોમાસામાં પાટણનાં માખણીયામાં થયેલા કચરાનાં ડુંગરો ઉપર છોટા હાથી ચઢી શકતા નહોતા અથવા તો કચરામાં રહેલી ધારદાર ચીજોથી ટાયરોમાં પંચર પણ પડતા હતા. જે આ વ્યવસ્થાથી સમસ્યાઓ દૂર થશે.

અન્ય સમાચારો પણ છે...