તસ્કરો બેફામ:સાંતલપુરનાં વારાહીમાં મોબાઇલની દુકાનમાંથી ગઠિયો સાડા ત્રણ લાખની કિંમતના 27 મોબાઇલ ચોરી ગયો

પાટણ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દુકાનનાં પતરાં તોડીને તસ્કર અંદર પ્રવેશ્યો

સાંતલપુરનાં વારાહી ગામમાં આવેલી મોબાઇલની દુકાનમાંથી કોઇ અજાણ્યો શખ્સ રૂ. 3 લાખ 43 હજાર 139ની કિંમતનાં 27જે ટલા અલગ અલગ કંપનીનાં એન્ડ્રોઇડ મોબાઇલ ફોનની ચોરી કરી ગયો હતો.

27 ફોનની ચોરી
આ અંગેની મળતી માહિતી મુજબ વારાહીનાં મેઇન બજારમાં આવેલી ન્યુ હસમત નામની મોબાઇલની દુકાને તા. 1-9-22થી 2-9-22ની રાત્રિ દરમ્યાન કોઇ શખ્સ દુકાનનાં છતનાં ભાગે આવેલ સિમેન્ટ તથા લોખંડના પતરા તથા દુકાનની ઉપર લગાવેલી સનમાઇકા પ્લેટ તોડીને દુકાનમાં પ્રવેશ કર્યો હતો અને દુકાનમાંથી રૂ।. 3,43,139ની કિંમતનાં 27 એન્ડ્રોઇડ ફોનની ચોરી કરી ગયો હતો.

પોલીસે તપાસ હાથ ધરી
આ અંગે દુકાનનાં માલિકે હસમતખાન ઉમરખાન મલેક રેહે લખાપુરા, તા. સાંતલપુરવાળાએ વારાહી પોલીસ મથકે ફરીયાદ નોધાવી હતી. જ્યારે દુકાન ખોલી તો તેઓને તેમની દુકાનનાં શોકેસ ખાલી જોવા મળ્યા હતા, અને બધો જ સામાન વેરવિખેર જોવા મળ્યો હતો. નવા મોબાઇલનાં ખાલી બોક્સ પડેલા જોવા મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...