તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રથયાત્રાની તૈયારી:ભગવાન જગન્નાથ ભ્રાતા બલભદ્ર અને બહેન સુભદ્રાજીના રેશમ કાપડમાંથી તૈયાર કરાયેલા વસ્ત્રો અર્પણ કરાયા

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાટણમાં 139મી રથયાત્રાનું કાઉન્ટડાઉન શરૂ

સમગ્ર ભારત વર્ષનું સર્વોચ્ચ પ્રતિક એટલે ભગવાન જગન્નાથની પાવનકારી રથયાત્રા જગન્નાથપુરી અને અમદાવાદ પછી ત્રીજા નંબરે આવતી પાટણની આગામી 139 મી રથયાત્રાને લઇ મંદિર ટ્રસ્ટ દ્વારા વિવિધ તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે .

પાટણની પૂણ્યશાળી ભૂમિ પર જગત નો નાથ ભક્તોને દર્શન આપવા નીકળશે ત્યારે જરકશી જામા અને રજવાડી ઠાઠમાં સજજ થઇ શામળીયો લોકોને દર્શન આપશે. આગામી રથયાત્રાનું કાઉન ડાઉન શરુ થતાં મંદિર ટ્રસ્ટ દ્વારા ભગવાન જગન્નાથની ત્રણેય મૂર્તિઓના નવીન વસ્ત્ર પરિધાન સજજ કરવામાં આવ્યા છે.

વર્ષ 2020 માં વૈશ્વિક કોરોના મહામારીને લઇ માત્ર પ્રતિકાત્મક રથયાત્રા યોજાઈ હતી . જો કે ચાલુ વર્ષે પણ સંભવિત કોરોનાની ત્રીજી લહેરને લઇ રથયાત્રા નીકળશે કે કેમ તે અંગે હજુ પણ અસમંજસ જોવા મળી રહ્યું છે.ત્યારે બીજી તરફ ભગવાન જગત નીયતાની અષાઢી બીજની રથયાત્રા સંદર્ભે છેલ્લા 30 વર્ષથી ભગવાનના વસ્ત્ર તૈયાર કરતાં દરજી પરીવાર દ્વારા ચાલુ વર્ષે પણ વિશેષ રેશમી કાપડ માંથી ભગવાનના સુંદર કેડીયુ તેમજ બહેન સુભદ્રાની સુશોભીત આભલા જડીત રેશમી સાડી તૈયાર કરવામાં આવી છે. જે તમામ વસ્ત્રો મંગળવારના શુભ દિવસે ભગવાન સમક્ષ મુકવામાં આવ્યા હતા .

આગામી રથયાત્રા સંદર્ભે જગદીશ મંદિરના પુજારી કનુભાઇએ જણાવ્યું હતું કે , 139 મી રથયાત્રા સ્વરુપે ભગવાન જગન્નાથ સૌના દુઃખ હરે અને વિશ્વ માંથી કોરોના મહામારી નાબુદ થાય તેવો આશાવાદ વ્યકત કર્યો હતો .તો છેલ્લા 30 વર્ષથી ભગવાન જગન્નાથ , ભાઇ બલભદ્ર અને બહેન સુભદ્રાના વસ્ત્રો તૈયાર કરનાર દરજી પરીવારના દંપતીએ ભગવાનને વસ્ત્રો અર્પણ કરવાનો લ્હાવો મળવા બદલ એક આનંદની લાગણી અનુભવી હોવાનું જણાવી પ્રતિવર્ષ તેઓને ભગવાનના વસ્ત્રો તૈયાર કરવાની જે તક મળે છે તેને અમુલ્ય ગણાવી હતી .

અન્ય સમાચારો પણ છે...