ગાંજાની ખેતી!:સમીના ધધાણા ગામના એક ખેતરમાંથી ગાંજાનું વાવેતર મળી આવ્યું, 38 કિલો ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો

પાટણ25 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાટણ જિલ્લાના સમી તાલુકાના ધધાણા ગામે ખેતરમાં બિનધિકૃત રીતે વાવેલ અફીણ ના છોડ સાથે એક શખ્સ ને પાટણ એસઓજી પોલીસ ટીમે બાતમી ના આધારે ઝડપી કાયદેસર ની કાયૅવાહી હાથ ધરી છે.

બનાવની મળતી માહિતી મુજબ પાટણ જિલ્લા ના સમી તાલુકાના ધધાણા ગામની સીમમાં આવેલ ખેતરમાં ઠાકોર ઈસાજી રાજુજી નામના શખ્સ દ્રારા પોષ ડોડા,ગાજા નું વાવેતર કરવામાં આવ્યું હોવાની હકીકત પાટણ એસઓજી ટીમ ને થતાં તેઓએ ધટના સ્થળે ઓચિંતી રેડ કરતાં સ્થળ પરથી ગાજા નો જથ્થો 38 કીલો 130ગ્રામ કિ રૂ. 3,81,300/- નો મળી આવતાં પોલીસે મુદ્દામાલ સાથે ઠાકોર ઈસાજી રાજુજી ને પકડી પાડી તેઓની સામે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...