• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Gangs Carrying Out Burglaries On The Pretext Of Catching Boars In Different Districts Including Patan Busted, Three Persons Arrested

ચીખલીકર ગેંગના સાગરિતો ઝડપાયા:પાટણ સહિતઅલગ અલગ જિલ્લામાં ભૂંડ પકડવાના બહાને રેકી કરી ઘરફોડ ચોરીને અંજામ આપતી ગેંગનો પર્દાફાશ, ત્રણ શખ્સો ઝડપાયા

પાટણ21 દિવસ પહેલા
  • ચોરીના મુદામાલ સાથે બે આરોપી અને ચોરીનો માલ ખરીદનાર સોની વેપારી ની પણ અટકાયત કરવામાં આવી
  • પોલીસે રૂ.૧૩,૫૪,૨૯૦ નો મુદ્દામાલ હસ્તગત કરી આગળની કાર્યવાહી હાથ ધરી..

પાટણ શહેર અને જીલ્લામાં તેમજ આજુબાજુના જીલ્લાઓમાં થયેલ ઘરફોડ ચોરીઓ તથા મિલકત સબંધી બનતા બનાવો અટકાવવા તથા બનેલા બનાવોને શોધી કાઢવા જિલ્લા પોલીસ વડા ની સુચના આધારે પોલીસ તંત્ર દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે ત્યારે પાટણ એલસીબી પોલીસે પાટણ સહિત રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં ધરફોડ ચોરીના બનાવો ને અંજામ આપનાર શીખલીકર ગેંગના બે સાગરીતોને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી લઇ ચોરીનો માલ ખરીદનાર સોની વેપારી ની પણ અટકાયત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

પાટણ સહિત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં ધરફોડ ચોરીના બનાવોને અંજામ આપનાર ચીખલીકર ગેંગના બે સાગરીતો ઝડપાયા હોવાની બાબતને લઈને મંગળવારના રોજ જિલ્લા પોલીસ વડા વિજય પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે તેઓ દ્વારા પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં અને બાજુના જિલ્લામા બનતાં ધરફોડ ચોરી અટકાવવા અને બનેલા બનાવો નાં ભેદ ઉકેલવા સુચના કરેલ હોય જે અનુસંધાને પાટણ એલસીબી પીઆઇ આર.કે અમીન નાં સિધા માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.પાટણના અધિકારીઓ અને કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

ત્યારે ગતરોજ ટીમો પૈકી એક ટીમને હકિકત મળેલ કે ગુજરાત રાજયના અલગ અલગ જીલ્લાઓમાં ઘરફોડ ચોરીઓ કરતી ચીખલીકર ગેંગના સભ્યો પૈકી શિખ (ચીખલીકર) લખનસીંગ જીતસીંગ રહે.વડગામ વાળો તેની ગેંગના કેટલાક સભ્યો લઇ વડગામ થી છાપી સિધ્ધપુર થઇ ગામડાઓના રસ્તે થઇ પાટણ આવવા નિકળેલ છે, જે હકિકત આધારે એલસીબી ટીમે પાટણ પાલડી ગામ નજીક નાકાબંધી કરતા શિખ (શિખલીકર ભૈડ) લખનસીંગ જીતસીંગ તથા શિખ (શિખલીકર ભૈડ) અવતારસીંગ જીતસીંગ બન્ને.રહે.હાલ,વડગામ, લક્ષ્મીપુરા, દુધ ડેરીની સામે તા.વડગામ જી.બનાસકાંઠા મુળ,રહે.ખેરાલુ, બાલાપીર મુકતિધામની પાસે તા.ખેરાલુ જી.મહેસાણા વાળાને ચોરીના મુદામાલ સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ તથા મોબાઇલ ફોન તથા વાહનો મળી કુલ રૂ.૧૩,૫૪,૨૯૦ ના મુદામાલ સાથે આબાદ દબોચી લીધા હતા.અને બન્ને ની સધન પુછપરછ હાથ ધરતાં તેઓએ ભૂડ પકડાવાના બહાને સવારે રેકી કરી રાત્રે ચોરીના બાઈક સાથે રેકી સ્થળે ધરફોડ ચોરીના બનાવોને અંજામ આપી ચોરેલ બાઈક બિન વારસી હાલતમાં મુકી ફરાર થઈ જતાં હોવાનું જણાવી તેઓએ પાટણ જિલ્લામાં ૧૦, બનાસકાંઠા ૪ અને ગાંધીધામ ૧ ધરફોડ ચોરીના બનાવને અંજામ આપ્યો હોવાનું કબૂલ્યું હતું અને ચોરી નો માલ ઉંઝા નાં દરજીવાસ માં રહેતા સોની કમલેશભાઈ ભરતભાઈ ને વેચાણ કરતા હોવાનું જણાવતાં એલસીબી પોલીસે ઉંઝા ખાતે થી સોની વેપારી ની પણ અટકાયત કરી આગળની તજવીજ માટે આરોપીઓને પાટણ જીલ્લાના સરસ્વતી પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ હોવાનું તેઓએ જણાવ્યું હતુ.

પોલીસે દ્વારા ઝડપાયેલા આરોપી પાસેથી કબજે કરેલ મુદામાલ
(૧)સોનાના દાગીના કુલ વજન.૪૭/૫૫૦ મીલી ગ્રામ જે ૮૫ ટચના કિંમત રૂ.૨,૧૧,૧૪૦/
(૨) ચાંદીના દાગીના કુલ વજન ૮૪/૦૦ મીલી ગ્રામ જે આશરે ૬૦ ટચના કિંમત રૂ.૨૬૫૦/
(૩) મહિન્દ્રા પિકપ ડાલુ નંબર GJ-06-AZ-8548 કિંમત રૂ.૫,૦૦,૦૦૦/
(૪) મોટર સાયકલ TVS RTR નંબર-GJ-18-DB-8597 કિંમત રૂ.૧૫,૦૦૦/
(૫) મોટર સાયકલ હોન્ડા સાઇન GJ-08-CL-8979 કિંમત ૩૩૦,000/
(૬) મોટર સાયકલ પ્લેટીના GJ-08-CB-4043 કિંમત રૂ.૨૫,૦૦૦/
(૭) બે અડ્રોઇડ મોબાઇલ ફોન કિંમત રૂ.૧૦,૦૦૦/
(૮) ભારતીય ચલણી નાણુ રોકડ રકમ-૫૧,૬૦૦/
(૯) સોનાની રણી વજન ૫૦/૫૦૦ મીલી ગ્રામ જે આશરે ૮૨.૮૦ ટચના કિંમત રૂ.૨,૧૮,૪૦૦/
(૧૦) ચાંદીની લગડી વજન.૭૭૦/૦૦ મીલી ગ્રામ જે આશરે ૬૨.૫૦ ટચના કિંમત રૂ.૨૫,૫૦૦/
(૧૧) સોનાની રણી વજન ૬૧/૨૫૦ મીલી ગ્રામ જે આશરે ૮૬.૮૦ ટચના કિંમત રૂ.૨,૬૫,૦૦૦/
(૧૨) હાય બત્તી કિંમત રૂ.૨૦૦/
(૧૩) ચાવીઓનો જુમખો આશરે ચાવી નંગ-૧૦૦૮-કિમત રૂ.૫૦/
(૧૪) મોટુ ડીસમીસ કિંમત રૂ.૧૦/ (૧૪) લોખંડનો અતરડો કિંમત રૂ.૫/
(૧૫) લોખંડની બે ફુટ લોબી પટ્ટી કિંમત રૂ.૫/
કુલ મળી કિંમત રૂપીયા ૧૩,૫૪,૨૯૦/-નો મુદામાલ કબ્જે કરેલ છે.

ચોરીમાં સંડોવાયેલ શીખલીકર ગેંગના આરોપીઓ

પકડાયેલા શખ્સો

  • શીખ અવતારસીંગ જીતસીંગ ધુમસીંગ (શિખલીકર ભૈડ) રહે.હાલ.વડગામ, લક્ષ્મીપુરા જી.બનાસકાંઠા મુળ.રહે.ખેરાલુ, બાલાપીર મુક્તિધામની પાસે, જી.મહેસાણા
  • શીખ લખનસીંગ જીતસીંગ ધુમસીંગ રહે.હાલ.વડગામ, લક્ષ્મીપુરા, જી.બનાસકાંઠા મુળ રહે.ખેરાલુ, બાલાપીર મુક્તિધામની પાસે તા.ખેરાલુ જી.મહેસાણા

ફરાર શખ્સો

  • શીખ મંગલસીંગ જીતસીંગ ધુમસીંગ (શિખલીકર ભૈડ) રહે.થરા, ઇન્દીરાનગર પ્લોટમાં તા.થરા જી.બનાસકાંઠા મુળ.રહે.ખેરાલુ, બાલાપીર મુક્તિધામની પાસે, જી.મહેસાણા
  • શીખ ભગતસીંગ જીતસીંગ ધુમસીંગ (શિખલીકર ભૈડ) રહે.થરા, ઇન્દીરાનગર પ્લોટમાં તા.થરા જી.બનાસકાંઠા મુળ.રહે.ખેરાલુ, બાલાપીર મુક્તિધામની પાસે જી.મહેસાણા
  • શિખ (શીખલીકર) સતપાલસીંગ ક્રિપાલસીંગ રહે.ગોસકર દરવાજો, વડનગર,જી.મહેસાણા
  • શિખ (શીખલીકર) લાખનસીંગ ક્રિપાલસીંગ રહે.ગોસકર દરવાજો, વડનગર,જી.મહેસાણા
  • શિખ (શીખલીકર) જુગલસીંગ માયાસીંગ રહે.દહેગામ, શીવનગર સોસાયટી, સ્મશાન રોડ તા.દેહગામ જી.ગાંધીનગર
  • શિખ (શીખલીકર) મોન્ટુસીંગ કરણસીંગ રહે.સેકટર13 છાપરાઓમાં ગાંધીનગર

​​​​​​​પાટણ જિલ્લાના 10,બનાસકાંઠામાં 4 અને કચ્છમાં 1 ગુનાની કબુલાત

  • ​​​​​એકાદ મહીના પહેલા પાટણના મુના ગામે મકાન બંધ મકાનમાંથી 3.25 લાખના સોનાના દાગીના, 40 હજારના ચાંદીના દાગીના અને 50 હજાર રોકડાની ચોરી
  • મુના ગામની ચોરીના પાંચ છ દિવસ પછી ભાટસણ ગામે બંધ મકાનમાંથી 2.25 લાખના સોનાના દાગીના, 80 હજાર રોકડાની ચોરી.
  • ત્રણેક મહીના અગાઉ પાટણ સીટીમાં પદમનાથ રામનગર બાજુ જવાના રોડ બાજુ હાઇવે રોડ નજીક આવેલ એક સોસાયટીના બંધ મકાનમાંથી 74 હજારના સોનાના દાગીના, 23 હજારના ચાંદીના દાગીનાની ચોરી.
  • બારેક મહીના પહેલા સિધ્ધપુર ખાતેથી દેથળી તરફ જતા રોડ પર બંધ મકાનમાંથી હોમ થિયેટર, કાંડા ઘડિયાળ, હેર ડ્રાયર,ટ્રીમર,કેમેરો ડીગ્રી સર્ટીફીકેટ તથા બેગ મળી રૂ 24 હજાર, અને થોડેક દુર આવેલા બંધ ઘરમાંથી 1400 રોકડની ચોરી.
  • ઉપરકોત ચોરીના ત્રણેક મહીના પછી ફરીથી સિધ્ધપુર બજારમાં એક સ્કુલની સામે બંધ મકાનમાંથી સોના ચાંદીના દાગીના,રોકડ મળી રૂ.76 હજારની ચોરી .
  • દોઢેક વર્ષ પહેલા પાટણ ટી બી.ત્રણ રસ્તાની અંદર આવેલ એક સોસાયટીના બંધ મકાનમાંથી લેપટોપ કમ્પ્યુટર તથા ટેબલેટ તથા રોકડ રકમની ચોરી. તેમજ તેની બાજુના ઘરમાંથી રોકડની ચોરી.
  • એકાદ વર્ષ અગાઉ પાટણ ટી.બી ત્રણ રસ્તા નજીક આવેલ એક સોસાયટીના બંધ મકાનમાંથી રોકડ રકમની ચોરી કરી હતી.
  • એકાદ વર્ષ અગાઉ ઉપરોકત ચોરી કરેલ તેના અઠવાડીયા પછી ફરીથી પાટણ ટી.બી ત્રણ રસ્તા નજીક આવેલ એક સોસાયટીના બંધ મકાનમાંથી રોકડ રકમની ચોરી કરી હતી.
  • અગિયારેક મહીના પહેલા પાટણ-ચાણસ્મા હાઇવે રોડ ઉપર આવેલ ગંજ બજારની સામેની એક સોસાયટીના બંધ મકાનમાંથી રોકડ રકમની ચોરી કરી હતી.
  • એકાદ વર્ષ પહેલા પાટણ-અંબાજી નેળીયામાં તીરૂપતી રાજ ટેનામેનટ સોસાયટીના એક મોટા મકાનની બાજુમાં આવેલ નાના મકાનમાં રોકડ રકમની ચોરી કરી હતી.
  • અગિયારેક મહીના પહેલા પાલનપુર તાલુકાના સાંગ્રોસણા ગામમાં આવેલ દવાખાનાની સામે આવેલ બંધ મકાનમાંથી સોનાના દાગીના તથા 35 હજાર રોકડ રકમ મળી 4.50 લાખની ચોરી.
  • ત્રણેક મહીના પહેલા પાલનપુરના ખોડલા ગામમાં બંધ મકાનમાંથી દાગીના ,4.50 લાખ રોકડમળી 5,32,500ની ચોરી.
  • એકાદ મહીના પહેલા પાલનપુર તાલુકામાં સુરમંદિર સિનેમાની સામે જતા રોડ ઉપર આવેલ પારપડા ગામમાં બંધ મકાનમાંથી સોના ચાંદીના દાગીના,રોકડ 55 હજાર મળી કુલ રૂ.1.87 લાખની ચોરી
  • પાંચ છ દીવસ પહેલા પાલનપુર તાલુકાના ધાણધા ગામે બંધ મકાનમાંથી સોના-ચાંદીના દાગીના તથા રોકડ રૂ.70 હજાર મળી કુલ રૂ.1.85 લાનની ચોરી.
  • બે માસ અગાઉ કચ્છ ગાંધામ ખાતે આવેલ આસ્લો સર્કલ નજીક સોનીની દુકાનમાંથી 4 લાખના સોના ચાંદીનાના દાગીનાની ચોરી.

ભૂતકાળમાં આ ગેંગ 13 ગુનામાં પકડાયેલા છે : SP
એસ.પી વિજયકુમાર પટેલે જણાવ્યું હતું કે આ શખ્શો ભૂંડ પકડવાનો ધંધો કરે છે. તેઓ ભૂંડ પકડવા જતા હતા તે વખતે રેકી કરી લેતા હતા અને ચોરીની બાઈક લઈને ઘરફોડ ચોરીઓ કરવા જતા હતા. ચોરી કર્યા બાદ તે બાઈક બિન વારસી મૂકી દેતા હતા. તેમણે પાટણ જિલ્લામાં 10, બનાસકાંઠામાં 4 અને ગાંધીધામમાં 1 ચોરી કરી હોવાની કબુલાત કરી છે ભૂતકાળમાં આ ગેંગના શખ્સો રાજ્યના અલગ અલગ શહેરોમાં 13 ગુનામાં પકડાયેલા છે.

અન્ય સમાચારો પણ છે...