પાટણ શહેરના જીઈબી પુલ નીચેથી રાત્રીના સમયે પસાર થતાં વાહન ચાલકો ઉપર પુલ પરથી પથ્થર મારો કરનાર ટોળકીને પોલીસે ટુ વ્હીલર સાધનો અને મોબાઈલ સહિતના મુદામાલ સાથે ઝડપી લઈ કાયદેસરની કાયૅવાહી હાથ ધરી છે.
આ બાબતે મળતી હકીકત મુજબ પાટણ જી.ઇ.બી પુલ નીચે આવતા-જતા રાહદારીઓના વાહનો ઉપર નુકસાન તથા ઇજા કરવાના ઇરાદે પથ્થર નાખી પોતાના ટુ વ્હીલર સાથે નાસી જતા ઇસમો ઉપર દાખલ થયેલ ગુનાઓ લગત આ ગુના કરવા વાળી ટોળકીને પકડી પાડવા જિલ્લા પોલીસ વડાની સુચના આધારે પાટણ એલસીબી પીઆઈ આર.કે.અમીનના સીધા માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમે આ ટોળકીને શોધી ગુના ડીટેક્ટ કરવા ચક્રો ગતિમાન કર્યા હતા. શહેરમાં લગાવવામાં આવેલ સી.સી.ટી.વી. કેમેરાની મદદથી વાહનો આઇડેન્ટીફાય કરવા સારુ પાટણના સીસીટીવી કમાન્ડ એન્ડ કંટ્રોલ નેત્રમ ઓફીસ ખાતે જઇ તેમની મદદથી તેમના વાહનો આઇડેન્ટીફાય કરી વાહનોના નંબરો મેળવી તેમજ હાલમાં આ વાહનો કયા વિસ્તારમાં છે તે માહીતી મેળવી તેમજ ઇગુજકોપની મદદથી વાહન માલીકોના નામ સરનામા મેળવવામાં આવ્યા હતા.
આ ગુના કરવા વાળા ઇસમો બાબતે હકીકત મેળવી તમામ પાસાઓથી વર્કઆઉટ કરી આ ગુના કરવા વાળા ઇસમો તેમના વાહનો સાથે પાટણ જી.ઇ.બી. પુલ નજીક ગાર્ડન હોટલ પાસે આવા ગુના કરવા સારુ ભેગા થયેલ હોવાની હકીકત પોલીસને મળી હતી. જેના આધારે ટીમે ધટના સ્થળે પહોંચી તેમને તેમના વાહનો તથા મોબાઇલ સાથે પકડી પાડી તેમની પુછપરછ કરતાં ઉપરોક્ત ગુના કરેલાની કબુલાત કરતાં તેમની પાસેના વાહનો ટુ-વ્હીલર નંગ-3 કી.રૂ. 1,90,000 હજાર તથા મોબાઇલ નંગ-2 કી.રૂ. 10 હજાર મળી 2 લાખના મુદ્દામાલ સાથે રામ બિપિનભાઇ પટેલ રહે જી.ઇ.બી. ઇન્દ્રપ્રસ્થ સોસાયટી પાટણ તા જી. પાટણ,પિયુષ મનોજભાઇ વાલ્મીકી (સોલંકી) રહે.ઇન્દ્રપુરી સોસાયટી પાટણ તા જી.પાટણ અને કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર સાથે બી ડીવીઝન પોલીસ ને સોપતા વધુ તપાસ બી ડિવિઝન પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.