મહાપૂજા:પાટણ ગણેશવાડી ખાતે 145માં ગણેશ મહોત્સવ પ્રસંગે ગણેશ યાગ મહાપૂજા કરાઈ

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 1008 મોદક ની આહુતિ આપી યજમાન પરિવારે પૂજાનો લાભ લીધો

ભારતભરની સૌપ્રથમ પાટણની શ્રી ગજાનન મંડળીની ગણેશ ઉત્સવની પરંપરા ચાલુ વર્ષે પણ 145માં વર્ષમાં ભક્તિ સભર માહોલ વચ્ચે ઉજવવામાં આવી રહી છે. ત્યારે ગણેશ ઉત્સવના ગુરૂવારના બીજા દિવસે મંદિર પરિસર ખાતે શ્રી ગણેશ યાગ મહાપૂજા નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ધાર્મિક પ્રસંગે પાટણના વિદ્વાન બ્રાહ્મણોના મંત્રો ચાર વચ્ચે 1008 મોદકની આહુતિ અર્પિત કરવામાં આવી હતી. આ ગણેશ યાગ પૂજાના યજમાન પદ નો લ્હાવો ગણેશ ભક્ત સમીર શરદચંદ્ર કારુળકર પરીવારે લીધો હતો.પાટણના શ્રી ગણેશ વાડી ખાતે આયોજિત 145 માં ગણેશ ઉત્સવ પ્રસંગ નાં દશૅન પ્રસાદનો લાભ લઇ ગણેશ ભક્તો ધન્યભાગ બન્યા હતા.

અન્ય સમાચારો પણ છે...