ધરપકડ:પાટણના ગાંધીબાગમાં જુગાર ધામ પર ગાંધીનગર સ્ટેટ મોનિટરીંગ સેલ ત્રાટકી, રોકડ 59, 590, બાઇક, મોબાઇલ સાથે 8 ઝબ્બે, 4 ફરાર

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પાટણ બી ડિવિઝન પોલીસ મથકમાં 12 શકુનીઓ સામે ગુનો નોંધાયો

પાટણ શહેરના મધ્યમાં આવેલ બગીચાની અંદર સોમવારે બપોરે હારજીતનો જુગાર રમાતો હોવાની બાતમી આધારે ગાંધીનગર સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમ ત્રાટકી હતી. જુગાર રમતા આઠ શખ્સોને રોકડ રૂ. 59,590 તેમજ બાઈક અને મોબાઈલ મળી કુલ રૂ.136590 મુદ્દામાલ જપ્ત કરી તમામ 12 સામે પાટણ બી ડિવિઝન પોલીસ મથકે જુગાર અટકાયતી અધિનિયમ મુજબ ગુનો નોંધાયો હતો.પાટણ શહેરમાં આવેલા ગાંધી બાગની અંદર સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગરની ટીમે સોમવારે બપોરે રેડ કરતા નાસભાગ મચી જવા પામી હતી.

તેમાં 8ને રોકડ રૂપિયા 59, 590 તેમજ ટુ વ્હીલ૨ જેની કિંમત રૂપિયા 60,000 અને 7 મોબાઇલની કિંમત રૂપિયા 7000 મળી કુલ મુદ્દામાલ રૂ.136590 સાથે ઝડપી પાડ્યા હતા. આ રેડ દરમિયાન ચાર શકુનીઓ નાસી છૂટયા હતા. આ અંગે સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા પાટણ બી ડિવિઝન પોલીસ મથકે 12 સામે ગુનો નોંધાયો હતો. તેની તપાસ અધિકાર પીઆઇ એસ.એ. ગોહિલે હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...