ક્રાઇમ:ગાંધીનગર સ્ટેટ મોનિટરીંગ સેલે ધિણોજમાંથી 10 જુગારી ઝડપ્યા

પાટણએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે રૂ. 34,690નો મુદ્દામાલ કબજે લીધો

ચાણસ્મા તાલુકાના ધીણોજ ગામે ચાર રસ્તાની નજીક આવેલ ધર્મશાળાની પાછળના ભાગે ખુલ્લી જગ્યામાં ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલે બાતમી આધારે ગુરૂવારે રેડ કરી જુગાર રમતા દસ શકુનીઓને રોકડ રકમ રૂ. 25690 અને મોબાઇલ 6 (કિ.રૂ. 9000) સાથે કુલ રૂ. 34,690ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. આ અંગે ચાણસ્મા પોલીસ મથકે દસ શકુનીઓ સામે જુગાર ધારા મુજબ ગુનો નોંધાયો હતો. આ કેસની તપાસ પીએસઆઇ ડી. કે. ચૌધરીએ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...