કાર્યવાહી:રાધનપુરમાં જુગારધામ ઝડપાયું,13 શકુનિ રૂ.1,89 લાખ સાથે ઝડપાયા

પાટણ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીનગર સ્ટેટ મોનિટરીંગ સેલની રેડ,3 શખ્સો ફરાર

રાધનપુર ખાતે હારજીતનો જુગાર મોટા પ્રમાણમાં રમાતો હોવાની બાતમી ગાંધીનગર સ્ટેટ મોનિટરીંગ સેલને મળતા શનિવારે બપોરે રેડ કરી હતી. રેડ દરમિયાન જુગારીઓમાં નાસભાગ મચી જવા પામ્યો હતો રોકડ રૂ.1,89,260 એમજ 14 મોબાઈલ, જુગાર સાહિત્ય મળી રૂ.219690 સાથે 13 શકુનીઓને ઝડપી પાડ્યા હતા. આ રેડ દરમિયાન ત્રણ શખ્સો મોબાઈલ મુકી ફરાર થઈ ગયા હતા. અંગે સ્ટેટ મોનિટરીંગ સેલ ગાંધીનગરએ રાધનપુર પોલીસ મથકે 16 શકુનિઓ સામે જુગાર અટકાયતી અધિનિયમ મુજબ ગુનો નોંધાવ્યો હતો. તેની તપાસ અધિકારી પી.એસ.આઇ ડી.કે.ચૌધરી હાથ ધરી હતી.

ફરાર 3 શખ્સોની મોબાઈલ નંબર આધારે ઓળખ ચાલી રહી છે
તપાસ અધિકારી રાધનપુર પી.એસ.આઇ ડી.કે.ચૌધરીએ જણાવ્યું હતું કે જુગારની રેડમાં ઝડપાયેલા શકુની પૂછપરછ કરતા તેઓ બધા અલગ અલગ હોવાથી ફરાર 3 શખ્સોની ઓળખતા ન થઈ હોવાનું જણાવ્યું હતું. ત્રણેય શખ્સોના મોબાઈલ નંબર આધારે તેમની ઓળખ કામગીરી ચાલી રહી છે.

જુગાર રમતાં ઝડપાયેલા શખ્સો
મકવાણા શંકરભાઈ લાખાભાઈ રહે.રાધનપુર
પરમાર બાબુભાઈ ભોજાભાઇ રહે.રાધનપુર
પરમાર બાબુભાઈ શીવાભાઈ રહે.રાધનપુર
સંધવી ભરતભાઈ મુક્તિલાલ રહે. ભાભર
ચૌહાણ કનુભાઈ મોતીલાલ રહે.ભાભર
શાહ જશવંતભાઈ ભોજમલ રહે.ભાભર
ચૌહાણ કનુભાઈ મોતીલાલ રહે.ભાભર
મમાણી મહેબુબભાઇ આદમભાઈ રહે સુરેન્દ્રનગર
પ્રજાપતિ કલ્પેશભાઈ પ્રવીણભાઈ રહે.રાધનપુર
ઠાકોર ભોજાભાઇ પુનાભાઈ રહે.રાધનપુર
ઠાકોર મહાદેવભાઇ રામજીભાઈ રહે. સમી
ભીલ બાબુભાઈ નાથાભાઈ રહે.રાધનપુર
પ્રજાપતિ ભરતભાઈ કનુભાઈ રહે.રાધનપુર

અન્ય સમાચારો પણ છે...