પાટણ જિલ્લામાં ગ્રામ પંચાયતમાં નિમણૂંક કરવામાં આવેલ વહીવટદારોને કામો કરવા માટે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સત્વરે ડિજિટલ સિગ્નેચર કી ફાળવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. પાટણ જિલ્લામાં ગ્રામ પંચાયતોમાં સરપંચની મુદત પૂર્ણ થતા વહીવટ તંત્ર સંભાળવા માટે સરકાર દ્વારા વહીવટદારોની નિમણૂંક કરવામાં આવી હોઇ વિવિધ કામો માટે ગ્રામ પંચાયતોને જિલ્લા પંચાયત ડિજિટલ સિગ્નેચર ફક્ત સરપંચોની ચાલતી હોય વહીવટદારો કામ કરવા માટે ડીઝીટલ કી વગર મુશ્કેલીમાં મુકાયાં હોઇ કામો અટવાઇ રહ્યા છે.
જેને લઇ ગ્રામ પંચાયતોમાં સત્વરે અટકેલા કામો ઝડપથી પૂર્ણ થાય અને વહીવટદારો વહીવટ સંભાળી શકે માટે જિલ્લા પંચાયત દ્વારા વહીવટદારોને ડીઝીટલ સિગ્નેચર કી ફાળવણી કરવામાં આવે તેવી જિલ્લા વિકાસ અધિકારીને તા. પં.ના સદસ્ય નરેશ પરમાર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.