તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપઘાત:નાંદોત્રીના યુવાનના ત્રાસથી ભાવિ પત્નીએ આપઘાત કર્યો, દાંતકરોડીની યુવતીએ ગળેફાંસો ખાઈ લીધો

પાટણ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ચાણસ્માના દાંતકરોડી ગામે સગાઇ કરેલી 23 વર્ષીય યુવતીએ તેના ભાવી પતિના અતિશય વહેમથી કંટાળી તેના ઘરે જ ગળેફાંસો ખાઇ અાપઘાત કર્યો હતો. અા અંગે મૃતકના પિતાઅે ચાણસ્મા પોલીસ મથકે ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.

દાંતકરોડી ગામે રહેતા સોમાભાઇ કરશનભાઇની દિકરી કવિનાની સગાઇ સમાજના રીત રીવાજ મુજબ સિદ્ધપુરના નાંદોત્રી ગામના સુરેશભાઇ રામાભાઇ રબારી સાથે થઇ હતી. સગાઇ દરમ્યાન કવિનાના ભાવી પતિ તેણી પર અતિશય વહેમ રાખી તેને સારા કપડા નહી પહેરવા દઇ, ગામમા કે બજારમાં કોઇ જગ્યાઅે નહી જવા દઇ અને આખો દિવસ વિડીયો કોલીંગથી તેની હાજરી ચેક કરી તેના ઉપર ત્રાસ ગુજારતો હતો. આ બાબતે કવિનાના માતા પિતાનએ યુવાનને સમજાવ્યો પણ હતો. જ્યાં કવિનાએ તેના ઘરમાં જ ગળે ફાંસો ખાઇ આપઘાત કરી મોતને વ્હાલુ કર્યું હતું. આ અંગે મૃતકના પિતા દેસાઇ સોમાભાઇ કરશનભાઇએ ચાણસ્મા પોલીસ મથકે નાંદોત્રીના સુરેશભાઇ રામાભાઇ રબારી, રામાભાઇ મફાભાઇ અને લક્ષ્મીબેન ઉર્ફે કલીબેન રામાભાઇ રબારી સામે ફરિયાદ નોંધી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો