• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Future Ballot Boxes Of 152 Sarpanches And 463 Candidate Members Of Patan District Sealed, Counting Of Votes At 9 Centers Tomorrow

આવતીકાલે મતગણતરી:પાટણ જિલ્લાના 152 સરપંચ માટે 463 ઉમેદવારો અને 422 સભ્યો માટે 968 સભ્યો નું ભાવિ મતપેટીમાં સીલ, આવતીકાલે 9 કેન્દ્રો પર મતગણતરી

પાટણએક મહિનો પહેલા
  • 157 ગ્રામપંચાયતની ગઈકાલે ચૂંટણી યોજાઈ, મતપેટીઓ ડિસ્પેચીંગ સેન્ટર ખાતે લવાઈ
  • આવતીકાલે નક્કી કરાયેલા સેન્ટરો ઉપર મત ગણતરી કરાશે

પાટણ જિલ્લાની 157 ગ્રામપંચાયતની ગઈકાલે રવિવારે ચૂંટણી યોજાઈ હતી. જેમાં 152 સરપંચ માટે 463 ઉમેદવારો અને 422સભ્યોમાટે 968 સભ્યો ભાવિ મતપેટીમાં સીલ થયું હતું. ત્યારબાદ આગામી 21મી ડિસેમ્બરે નક્કી કરાયેલા સેન્ટર ઉપર મત ગણતરી કરવામાં આવશે.

પાટણ જિલ્લાની 157 ગ્રામ પંચાયતની ગઈકાલે રવિવારે ચૂંટણી યોજાઈ હતી. જેમાં 152 સરપંચ માટે 463 ઉમેદવારો અને 422સભ્યો માટે 968 સભ્યોનું ભાવિ પરિણામો મતપેટીમાં સીલ થયા હતા. ચૂંટણી પૂર્ણ થયા બાદ તંત્ર દ્વારા મતદાન મથકોથી સામગ્રી અને મતપેટીઓ ડિસ્પેચીંગ સેન્ટર ખાતે લાવવામાં આવી હતી. ત્યારબાદ સીલ કરેલી મતપેટી સ્ટ્રોંગ રૂમમાં સીલ કરી મુકવામાં આવી હતી. ત્યારે નોંધનીય છે કે આવતીકાલે 21મી તારીખે મતગણતરી થશે. જેને લઈને પાટણ જિલ્લાના 9 તાલુકામાં ડિસ્પેચ અને રિસિવિંગ સેન્ટર નક્કી કરાયા છે, જેમાં મત ગણતરી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે મત ગણતરીના કેન્દ્રો તરીકે નીચેનાં સ્થળો નક્કી કરાયાં છે :

1. પાટણ - કોન્ફરન્સ હોલ, મામલતદાર કચેરી, પાટણ

2. સરસ્વતી - સરસ્વતી મામલતદાર કચેરી

3. સિદ્ધપુર - સ્વામિનારાયણ હાઇસ્કુલ, સિદ્ધપુર4. ચાણસ્મા - મામલતદાર કચેરી, ચાણસ્મા

5. હારીજ - મોડલ સ્કૂલ, હારીજ

6. સમી - સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, સમી

7. શંખેશ્વર - મહિલા આઇ. ટી આઈ કોલેજ, શંખેશ્વર

8. રાધનપુર - મોડેલ સ્કૂલ, રાધનપુર

9. સંતાલપુર - એસ. ડી આચાર્ય પ્રાથમિક શાળા, વારાહીની બાજુમાં નવીન બનાવેલો હોલ નં. 1

અન્ય સમાચારો પણ છે...