• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Furious Over Non commencement Of Soil Repair Work In Kuldiwas Underground Drains In Patan, Locals Along With Congress Burnt The Effigy Of The Chairman.

વિરોધ પ્રદર્શન:પાટણમાં કુલડીવાસમાં ભૂગર્ભ ગટરમાં પડેલા ભૂવાનું રીપેરીંગ કામ શરૂ ન થતા રોષ, સ્થાનિકોએ કોંગ્રેસ સાથે મળી ચેરમેનના પૂતળાનું દહન કર્યું

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાએ કામગીરી શરૂ કરી પરંતુ વિક્ષેપ થતા કામગીરી અધૂરી છે ટૂંક સમયમાં પૂર્ણ કરાશે: ચેરમેન

પાટણ શહેરના કુલડી વાસ ખાતે છેલ્લા 15 દિવસથી ભૂર્ગભ ગટરમાં ભુવો પડ્યો છે. જેનું સમારકામ પાલિકા દ્વારા કરવામાં ન આવતા અંતે રહીશોએ કોંગ્રેસના સભ્યો સાથે પૂતળા દહન કરી પાલિકા સામે ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

ભૂગર્ભ ગટરના ચેરમેનના પૂતળાનું દહન
પાટણ શહેરના વોર્ડ નંબર - 7 માં આવેલા કુલડીવાસ ખાતે ભારે વરસાદના પગલે ભુગર્ભ ગટરમાં મોટું ભંગાણ થતા રસ્તા વચ્ચે 7 ફુટથી મોટો ભૂવો પડ્યો હતો. ભુવાને લઈ સ્થાનિક રહીશોમાં જોખમ ઉભુ થયુ હોય સત્વરે રીપેરીંગ કરવા અનેક રજૂઆત છતાં પાલિકા છેલ્લા 15 દિવસથી પડેલા ભુવાઓનું પાલિકા દ્વારા યોગ્ય રીપેરીંગ કામ હાથ ન ધરાતા સ્થાનિક રહીશો કંટાળી કોંગ્રેસના સભ્યોને સાથે રાખીને વિસ્તારમાં ચક્કાજામ અને ભૂગર્ભ ગટરના ચેરમેન જયેશ પટેલના પૂતળાનું દહન કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. રહીશો દ્વારા તાત્કાલિકા ભુવાનું રીપેરીંગ કામ કરવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી. જો સત્વરે કામગીરી કરવામાં નહીં આવે તો આક્રમક આંદોલન કરવામાં આવશે તેમ કોંગ્રેસના કોર્પોરેટર ભરત ભાટીયાએ જણાવ્યું હતું.

રીપેરીંગની કામગીરી ચાલુ છે, કૉંગ્રેસ ખોટો મુદ્દો બનાવે છે: ચેરમેન
ભૂગર્ભ શાખાના ચેરમેન જયેશ પટેલે જણાવ્યું હતું કે, 25 વર્ષ જૂની પાઇપલાઇન હોય ભૂગર્ભ ગટર રીપેરીંગ માટે પાણી રોકાણ કરવા માટે ચેમ્બરમાં પાણી બંધ કરી માટી નાખીને કામગીરી શરૂ કરાઈ હતી. પરંતુ પાણીનો પ્રવાહ વધુ આવતા ફરી આજે પાણી શરૂ થઈ ગયું હતું જેને લઇ કામગરીમાં વિક્ષેપ ઊભો થયો હતો. ફરી કામગીરી શરૂ કરવામાં આવનાર છે અને ટૂંક સમયમાં જ આ સમસ્યા હાલ થશે. એજન્સીને નોટિસ પણ અપાય છે. આ બાબતમાં કોઈ ભ્રષ્ટાચાર છે નહીં કોંગ્રેસ ખોટો મુદ્દો બનાવીને વિરોધ પ્રદર્શન કરી રહી છે.

પાટણ શહેરમાં ભૂગર ગટરોની સાફ-સફાઈ હાથ ધરવામાં આવી હતી. જેમાં શુક્રવારે વિવિધ સ્થળોએ કોથળાઓ પ્લાસ્ટિકની વસ્તુઓ મોટી સંખ્યામાં કચરો અને જીવન જરૂરિયાતની રોજિંદી વપરાશની વસ્તુઓ ગટરમાંથી ફસાયેલી મળી હતી. બે ટ્રેક્ટરથી વધુ આવો કચરો બહાર કાઢીને દૂર કરવામાં આવ્યો છે. જેથી પ્રજા દ્વારા આવી બિનજરૂરી વસ્તુઓ નાખવાથી ભૂગર્ભ ગટરો ઉભરાવાની કે ચોક થવાની સમસ્યા સર્જાઈ રહી હોય પ્રજાને આવો બિનજરૂરી કચરો ગટરમાં ના નાખવા માટે ચેરમેન જયેશ પટેલ દ્વારા અપીલ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...