નિર્ણય:ઉચ્ચતર માધ્યમિકના 20,માધ્યમિક શાળાના 19 શિક્ષકોને ફુલ પગારના ઓર્ડર અપાશે

પાટણ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાટણ જિલ્લામાં શિક્ષણ વિભાગ દ્વારા 2016માં ફરજમાં લાગેલા 49 શિક્ષકોને 5 વર્ષ પૂર્ણ થતાં આજે એક સાથે ઓર્ડર વિતરણ કરાશે

પાટણ જિલ્લામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષક તરીકે ફરજના 5 વર્ષ પૂર્ણ થતાં ફૂલ પગારમાં આવતા 49 શિક્ષકોને એક સાથે આજે ફુલ પગારના ઓર્ડર શિક્ષણ વિભાગ દ્વારા વિતરણ કરવામાં આવશે.

જિલ્લામાં વિવિધ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 2016માં ફરજ બજાવતાં 49 શિક્ષકોને નોકરીના 5 વર્ષ પૂર્ણ થયા હોય સરકારના નિયમ મુજબ ફિક્સ પગારમાંથી હવે ફુલ પગાર થતા શિક્ષકોને ફુલ પગારના ઓર્ડર એકસાથે વિતરણ કરવા માટે શિક્ષણ વિભાગ દ્વારા ગોપાલક સંકુલમાં શુક્રવારે કાર્યક્રમ રાખ્યો છે. જેમાં જિલ્લાના 20 ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો તેમજ 19 માધ્યમિક શિક્ષકોને શિક્ષણ વિભાગના અધિકારીઓ તેમજ અન્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં ફુલ પગારના ઓર્ડર વિતરણ કરાશે તેમ જિલ્લા શિક્ષણ અધિકારી જયરામ જોષીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...