અટકાયત:પાટણના લૂંટના ગુનામાં એક વર્ષથી ભાગેડુ આરોપી ઝબ્બે

પાટણ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મુડવાડાના શખ્સને મેથાણ પાસેથી દબોચી લીધો

પાટણ શહેરના લૂંટના ગુનામાં એક વર્ષથી પોલીસને હાથ તાળી આપી નાસતા ફરતા એક આરોપીને કાકોશી પોલીસે કાકોશી મેથાણ ચાર રસ્તા ખાતેથી ઝડપી લેવામાં સફળતા મળી હતી.

જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓ પકડવા આઈ.જી.પી જે.આર મોથલીયા અને પોલીસ અધિક્ષક વિજયકુમાર પટેલની સૂચનાથી સોમવારે સવારે કાકોશી પીએસઆઇ સીએન દવે તેમના સ્ટાફના અશોકજી મદારજી અને કોન્સ હિમ્મતસિંહ બાબુજી સાથે પેટ્રોલીંગમા હતા.

ત્યારે મળેલ બાતમી હકીકત આધારે કાકોશી મેથાણ ચાર રસ્તા ખાતે ઉભેલા પાટણ સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના લૂંટના ગુનામાં સંડોવાયેલા આરોપી મહેશજી નાથાજી ઠાકોર (25) રહે મુડવાડા તા.સિધ્ધપુરને અટક કરી પાટણ પોલીસ સ્ટેશન હવાલે કરી દીધો હતો.

અન્ય સમાચારો પણ છે...