ક્રાઇમ:હારિજ વાદી વસાહતના કેસમાં ફરાર 12 આરોપી હજી પોલીસ પકડથી દૂર

પાટણ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે દોડધામ કરી પુરાવા એકત્રીકરણ કરવા, સાક્ષીઓના નિવેદન સહિત તપાસ પ્રક્રિયા શરૂ કરી

હારિજની વાદી વસાહતમાં કિશોરી સાથે બનેલી અમાનવીય કૃત્યની ઘટનામાં પોલીસની પકડથી દૂર ભાગતા 12 શખ્શોને પકડવા માટે પોલીસની લોકલ ક્રાઈમ બ્રાંચ સહિતની વિવિધ ટીમો દોડધામ કરી રહી છે. પરંતુ તે શખ્સો હજુ સુધી પોલીસની પકડમાં આવ્યા નથી. ઘટનાને પગલે વાદી વસાહતમાં સન્નાટો છવાઈ ગયો છે.

હારિજના વાદી વસાહતમાં પ્રેમ સંબંધમાં કિશોરી અને 21 વર્ષનો યુવક ભાગી જતા ડાકોરથી પકડી લાવી પરિવારના સભ્યો સહિત વસાહતમાં વસતા સમાજના લોકો દ્વારા માથાના વાળ ઉતારી મોઢું કાળું કરી જાહેરમાં વરઘોડો કાઢીએ અમાનવીય સજા આપતા કિશોરીના પિતા સહિત 35 લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી. જેમાં પોલીસે 23 લોકોની અટકાયત કરતા કોર્ટે તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા આદેશ કર્યો હતો.

બાકીના ફરાર 12 શખ્શો હજુ પોલીસ પકડથી દુર છે ત્યારે તેમને પકડવા માટે પોલીસની ટીમો દોડધામ કરી રહી છે. સાથે પુરાવા એકત્રીકરણ કરાઈ રહ્યા છે તેમજ સાક્ષીઓના નિવેદન સહિતની તપાસ પ્રક્રિયા ચાલી રહી છે તેવું તપાસ અધિકારી પી.એસ.આઇ એસ આર ચૌધરીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...