તસ્કરી:પાટણની શ્યામવિલા સોસાયટીના બે મકાનમાંથી રૂ. 18700ની મત્તા ચોરાઈ

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પાટણના સરકારી વકિલ વતન સુઈગામ ગયાને મકાનમાં ચોરી
  • ચોર રોકડ, મોબાઈલ, ઘરેણાં અને મોબાઈલ, ઘડિયાળ ચોરી જતાં ફરિયાદ

પાટણ શહેરમાં શ્યામવિલા સોસાયટીને તસ્કરોએ નિશાન બનાવી બે બંધ મકાનમાં તાળા તોડી ઘરમાંથી રોકડ તેમજ ચીજ વસ્તુ મળી રૂ.13700 તથા બીજા ઘરેથી રૂ. 5000ની મળી કુલ રૂ.18700ની ચોરી થતાં ફરિયાદ નોંધાઈ છે.પાટણ શહેરમાં શ્યામવિલા સોસાયટી રહેતા મુળ સુઇગામના ગાયત્રીબેન ક્રુપેશભાઇ ત્રિવેદી મકાન બંધ કરી સવારે વતન માતાજીની પલ્લીમાં ગયા હતા જ્યાં તસ્કરોએ તેમના કબાટમા રહેલ રોકડ. 5000 તેમજ સરકારી વકીલ તરીકેનો સિક્કો, રૂ. 1500ની ઘડિયાળ, રૂ. 1100ની પેનડ્રાઈવ, બે મોબાઈલ મળી કુલ રૂ. 13700ની મત્તા ચોરી ગયા હતા.

જ્યારે આ જ સોસાયટીમા રહેતા હરગોવનભાઇ અમીભાઇ દેસાઇના ઘરેથી પણ રોકડ રૂ.5000ની ચોરી થઈ હોવાનું જણાતાં બંને મકાનોમાં મળી કુલ રૂ. 18700ની ચોરીની પાટણ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે ફરિયાદી ગાયત્રીબેનના પિતા સરકારી વકિલ છે. જેમના જરૂરી દસ્તાવેજ તથા સિક્કાની પણ તસ્કરો ચોરી ગયા હતા. આ બંને મકાનોમાં ચોરી અંગે પીએસઆઈ એસ.બી. ગઢવીએ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...